મોદીને યુએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઇનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાના નિર્ણયથી ભારતમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. યુએઇના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયેદ અલ નાહાયાન દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ક્રાઉન પ્રિન્સે કહ્યું છે કે, ભારતની સાથે અમારા સંબંધ ખુબ મજબૂત થઇ રહ્યા છે. સંબંધોને મજબૂત કરવામાં ભારતના વડાપ્રધાને મહત્વની ભૂમિકા અદા કરી છે. બીજી બાજુ મોદીએ આભાર વ્યક્ત કરીને કહ્યું છે કે, તેઓ આ સન્માનને વિન્રતાથી સ્વીકાર કરે છે. યુએઈ અને ભારત વચ્ચેના સંબંધો દિન પ્રતિદિન મજબૂત થઇ રહ્યા છે.

Share This Article