વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજા પાંચ વર્ષ માટે સત્તા મળવી જોઇએ કે કેમ તેને લઇને દેશના તમામ લોકોમા ફરી ચર્ચા છેડાઇ ગઇ છે. એકબાજુ તેમના વિરોધી લોકો અને દેશના વડાપ્રધાન બનવા માટેના સપના જોતા એક ડઝનથી વધારે દાવેદાર મોદી હટાવો દેશ બચાવોના ગાણા ગાઇ રહ્યા છે. આ દાવેદારોનુ કહેવુ છે કે મોદીના કારણે દેશને ખતરો છે. પરંતુ લોકો પુછવા માંગે છે કે મોદીથી દેશને કેવા પ્રકારનો ખતરો છે જે ખતરો આ દાવેદારોથી રહ્યો નથી. આ તો વિચારવા માટેનો પ્રશ્ન છે. જો કે દેશના લોકો કેટલીક બાબતને લઇને ગર્વ ચોક્કસપણે અનુભવ કરી શકે છે.
તેમના શાસનકાળમાં વિરોધીઓ ભલે બુમાબુમ મચાવે પરંતુ એક બાબત તો સ્પષ્ટ છે કે તેમની સ્પષ્ટ, સાહસી અને દુરદર્શી નીતિના કારણે તમામ ક્ષેત્રોમાં ભારત આગળ વધી રહ્યુ છે. વિશ્વમાં આજે ભારતની બોલબાલા છે. અગાઉના સમયમાં દરરોજ અખબારોમાં ભ્રષ્ટાચારના સમાચાર આવતા રહેતા હતા. જા કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મોદી શાસન હેઠળ કોઇ ભ્રષ્ટાચાર થયા નથી. મોદીના શાસનમાં એવા નિર્ણય લેવામાં આવ્યા છે જે નિર્ણય પહેલા ક્યારેય લઇ શકાયા ન હતા.
નોટબંધી, જીએસટી જેવા સાહસી નિર્ણય કરવામાં આવ્યા હતા. આ તમામ નિર્ણયોને કારણે સામાન્ય લોકોને પરેશાની થઇ હોવા છતાં તેમના સારા પરિણામ મળ્યા છે. દેશમાં ટેક્સ ભરનાર લોકો વધ્યા છે. ભાજપની પાસેથી લોકોની અપેક્ષા વધી છે. લોકો વિરોધ કરે છે. કારણ કે તેમને લાગે છે કે આ વ્યક્તિ તેમની ઇચ્છાને પૂર્ણ કરી શકે છે. સર્જિકલ સ્ટ્રાઇક જેવા હુમલા પાકિસ્તાનને બોધપાઠ ભણાવી દેવા માટે કરવામાં આવ્યા હતા.