લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ પક્ષો આક્રમક પ્રચાર માટેની રણનિતીમાં લાગી ગયા છે. હમેંશાની જેમ જ નરેન્દ્ર મોદીની સૌથી વધારે સભા માટેની માંગ ઉઠી રહી છે. મોદી એકલા દેશના જુદા જુદા રાજ્યોમાં ૨૦૦થી વધારે સભા કરી શકે છે. ચૂંટણીની દ્રષ્ટિએ હોટ ગણાતા ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહારમાં ઝંઝાવતી પ્રચાર મોદી કરનાર છે. ભાજપ માટે પ્રચાર કરવાની જવાબદારી વડાપ્રધાન મોદીના હાથમાં છે. ભાજપ માટે તઓ પ્રચારનુ નેતૃત્વ કરનાર છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ વધુને વધુ ક્ષેત્રો સુધી પોતાના નેટવર્કન ફેલાવી દેવાના પ્રયાસમાં છે. વડાપ્રધાન મોદી સૌથી વધારે પ્રચાર કરે તેમ તમામ સાથીઓ ઇચ્છે છે. ૨૦૦થી વધારે રેલી માટે તો પ્રસ્તાવ આવી ચુક્યા છ.
હવે ચૂંટણી સાથે સંબંધિત સમિતિ આ બાબત પર નિર્ણય કરશ કે કોણ કઇ સીટ પર ક્યારેય પ્રચાર કરનાર છે. કોંગ્રેસમાં રાહુલની રેલીઓને લઇને પણ તૈયારી ચાલી રહી છે. મંથનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ આ દિશામાં આગળ વધી શકે છે. પ્રિયંકા ગાંધીને પણ ચૂંટણી પ્રચાર કરનાર છે. કોંગ્રેસ પાર્ટીમાં હજુ સુધી ઔપચારિક રીતે ચૂંટણી પ્રચાર સમિતીની રચના કરવામાં આવી નથી. જો કે રાહુલ ગાંધીની શરૂઆતની રેલીની તૈયારી કરી લેવામાં આવી છે. રાહુલ ગાંધી પહેલાથી જ પ્રચાર તો હાલમાં કરી રહ્યા છે. જો કે લોકસભા ચૂંટણી માટે પ્રચારનો સમય નક્કી આવી ગયા બાદ મોદી વધારે તાકાત લગાવનાર છે.
ભાજપની મોટી સ્ટાર ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી એક વખતે ઝંઝાવતી પ્રચારની શરૂઆત કર્યા બાદ સતત જોરદાર પ્રચાર કરનાર છે. આ વખતે બંગાળમાં પણ મોદી જારદાર પ્રચાર કરવા માટે તૈયાર છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે નવી વ્યુહરચના મુજબ આગળ વધવા ઇચ્છુક છે. જેથી હાલમાં તમામ કાર્યક્રમ ગુપ્ત રાખ્યા છે.