મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તહેવારની સીઝનમાં કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. મોદી કેબિનેટે રેલવે કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે રેલવે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસ આપવામાં આવશે. રેલવેના ૧૧.૨૭ લાખ કર્મચારીઓને ૧૮૩૨ કરોડ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.  આ સાથે કેબિનેટે તેલ વિતરણ કંપનીઓને ૨૨૦૦૦ કરોજ રૂપિયાની વન ટાઇમ ગ્રાન્ટ આપી છે, જેણે આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીનો ભાવ વધવા છતાં ઘરેલૂ બજારમાં તે રીતે વધારો ન કરતા જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકાય. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

પત્રકાર પરિષદમાં કેબિનેટ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ગુજરાતના કંડલામાં દીન દયાલ પોર્ટ ઓથોરિટી હેઠળ એક કન્ટેનર ટર્મિનલ અને એક Multi Purpose Cargo Berth બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમાં આશરે ૬ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.  અને આ શિવાય પણ કેબિનેટની બેઠકના અન્ય ર્નિણયો લેવાયા જેમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં માળખાગત અને અન્ય સામાજિક માળવાના વિકાસ માટે    PM – devINE યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ ચાર વર્ષ (૨૦૨૫-૨૦૨૬ સુધી) હશે. તે જ સમયે, તેમણે એ પણ માહિતી આપી કે કેન્દ્રીય કેબિનેટે બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, ૨૦૨૨ ને મંજૂરી આપી છે, જે બહુ-રાજ્ય સહકારી મંડળી અધિનિયમ, ૨૦૦૨ માં સુધારો કરવા માંગે છે. જેમાં ૯૭માં બંધારણીય સુધારાની જોગવાઈઓ સામેલ હશે.

Share This Article