નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી પહોંચી રહ્યા છે. વારાણસીમાં તેમના ભરચક કાર્યક્રમો રહેલા છે. વારાણસીમાં હાઈવે દેશને સમર્પિત કરશે. સાથે સાથે અન્ય પ્રોજેક્ટોને પણ હાથ ધરશે. વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન પણ કરનાર છે. વારાણસી તેમના મતવિસ્તાર તરીકે પણ છે. મોદીની યાત્રાને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. તેમની યાત્રાના એક દિવસ પહેલા મોદીએ આજે કહ્યું હતું કે, કાશીમાં પહોંચીને વિકાસ પ્રોજેક્ટો હાથ ધરવાને લઇને તેઓ આશાવાદી છે.
શહેરની Âસ્થતિને બદલી નાંખવામાં આ પ્રોજેક્ટો અસરકારક સાબિત થશે. આ પ્રાચીન શહેરને તમામ સુવિધા સાથે સજ્જ કરવા તૈયારી ચાલી રહી છે. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના લીધે વારાણસીમાં રહેતા લોકોને વધુ સુવિધા મળી શકશે. મોદી આવતીકાલે બે મહત્વપૂર્ણ નેશનલ હાઈવે દેશને સમર્પિત કરશે. ૧૫૭૧.૯૫ કરોડના ખર્ચે તૈયાર ૩૪ કિલોમીટર લાંબા હાઈવે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. ૭૫૯.૩૬ કરોડના ખર્ચે ૧૬.૫૫ કિમીના વારાણસી રિંગરોડ ફેઝ-૧ પૂર્ણ થઇ ચુક્યો છે જ્યારે ૮૧૨.૫૯ કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે ૫૬ ઉપર ૧૭.૨૫ કિમીના બાપાપુત-વારાણસી રોડનું નિર્માણ કામ પૂર્ણ થઇ ચુક્યું છે.
મોદી જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. જાહેરસભાને પણ સંબોધનાર છે. પૂર્વિય ઉત્તરપ્રદેશમાં અન્ય સ્થળો સાથે વારાણસીને જાડે તેવા ૬૩૮૮૫ કરોડ રૂપિયાના નેશનલ હાઈવે પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યા છે. તેમની યાત્રા દરમિયાન મોદી ગંગા નદી ઉપર હાલમાં જ બનાવવામાં આવેલા મલ્ટીમોડલ ટર્મિનલને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આનાથી પણ લોકોને વધુ સુવિધા મળી શકશે. ઉપરાંત મોદી દેશના પ્રથમ કન્ટેઇનર જહાજનું પણ સ્વાગત કરશે જે કોલકાતાથી પહોંચશે.