વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના મતવિસ્તાર વારાણસીમાં જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ ૫૫૭ કરોડની વિકાસ યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા. સાથે સાથે ઉપસ્થિત લોકોને સંબોધન કરીને તમામ પગલાની માહિતી આપી હતી. મોદીએ બીએચયુ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં મોદીએ પોતાના સંબોધનમાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાની માહિતી આપી હતી. મોદીએ કહ્યુ હતુ કે આગામી દિવસોમાં વારાણસી મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યુ છે. સ્માર્ટ વારાણસીમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટની મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે વારાણસીના વિકાસથી બિહાર અને નેપાળ જવા માટે પણ સરળતા રહેશે. ઉત્તરપ્રદેશ આગામી દિવસોમાં વિકાસની નવી સિદ્ધીઓ હાંસલ કરનાર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વારાણસીની અન્ય શહેરો સાથે રેલવે કનેક્ટિવીટી ખુબ વધી છે. ટ્રેનથી વારાણસી જનાર સામાન્ય વ્યÂક્તને પહેલાથી જ નવી વારાણસી નજરે પડે છે. વારાણસીથી અનેક મોટા શહેરો માટે નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વારાણસીમાં સ્વચ્છતાના મામલે પરિવર્તન જાવામાં આવી રહ્યા છે. મોદી ગઇકાલે સાંજે ઉત્તરપ્રદેશમાં તેમના મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં પહોંચેલા મોદીએ સ્કુલી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. ગઉકાલે સોમવારના દિવસે સાંજે પાંચ વાગે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા.વહીવટી અધિકારીઓ સાથે પણ મોદીએ બેઠક યોજી હતી. પ્રવાસી ભારતીય સંમેલનમાં પણ જાડાયા હતા.
આજે બીએચયુના મેદાનમાં જનસભાને સંબોધન કરવા માટે મોદી પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહિત દેખાયા હતા. મોદીએ તેમના સંબોધનમાં વિકાસ યોજનાઓની તથા સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. ગઇકાલે સોમવારે બાળકોની વચ્ચે મોદીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. ગંગાઘાટ ઉપર સવારથી જ ઉજવણી શરૂ થઇ હતી. શહેરના લહુરાબીર આઝાદ પાર્કમાં ભાજપના કાર્યકરોએ ૬૮ કિલો લાડૂની કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.