નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસની યાત્રા પર રશિયા પહોંચી ગયા હતા. તેમની રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન સાથે થનારી મંત્રણા પર દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મંદીના ભરચક કાર્યક્રમો રહેલા છે. તેઓ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપનાર છે. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની રશિયાના દુરગામી પૂર્વીય ક્ષેત્રની આ પ્રથમ યાત્રા રહેલી છે. મોદીએ ભારતીય સમય મુજબ સવારમાં ૫-૦૯ વાગે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે તેઓ રશિયાના પૂર્વીય ક્ષેત્રના પાટનગર વ્લાદીવોસ્તોક પહોંચી ગયા છે. આ નાની પરંતુ ખુબ મહત્વપૂર્ણ યાત્રા અનેક રીતે ઉપયોગી થનાર છે. મોદીની આ યાત્રાને વેપારની સાથે સાથે રણનિતીની દ્રષ્ટિએ ખુબ ઉપયોગી ગણવામાં આવે છે.
વાતચીત દરમિયાન મોદી દ્ધિપક્ષીય વેપાર સંબંધોની સાથે સાથે સંરક્ષણ, ઉર્જા, ઇન્ફ્રા સહિતના ક્ષેત્રોમાં વાતચીત કરનાર છે. જુદા જુદા ક્ષેત્રોમાં સહકાર પર ધ્યાન આપવામાં આવનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રશિયા ભારતના સૌથી મોટા નિકાસકાર દેશ તરીકે છે.
વ્યુહાત્મક રીતે પણ રશિયા ભારતના સૌથી નજીકના દેશ તરીકે છે. મોદી અને પુટિનની વચ્ચે આ બેઠક બંને દેશોના ટોપ નેતાઓની ૨૦મી વાર્ષિક દ્ધિપક્ષીય બેઠક છે. બંને ટોપ નેતાઓ વચ્ચે ડિફેન્સ, વેપાર તેમજ ઉર્જા જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. કેટલીક મહત્વપૂર્ણ સમજુતી કરવામાં આવી શકે છે. ભારત અને રશિયા વચ્ચે સંબંધ ખુબ સારા રહ્યા છે. ભારતે રશિયા પાસેથી એસ ૪૦૦ મિસાઇલોનીખરીદી કરી છે. મોદીએ પ્રવાસ પર રવાના થતા પહેલા જ કહ્યુ હતુ કે આ યાત્રા બહુધ્રુવીય વિશ્વ બનાવવા માટેના પ્રયાસ તરીકે છે. ભારતની અનેક અપેક્ષા રશિયા સાથે જાડાયેલી છે.