૧૫ ઓગષ્ટના ભાષણ અંગે મોદીએ જરૂરી સુચનો માંગ્યા ઃ ન્યુ ઇન્ડિયા અંગે સુચનો કરી શકે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસને લઇને લોકો પાસેથી આઇડિયા માંગ્યા છે. તેમને સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં કઇ વાત વધારે કરવી જાઇએ તે બાબતને લઇને સુચનો મંગાવવામાં આવ્યા છે.

સ્વતંત્રતા દિવસે મોદી જ્યારે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સંબોધન કરશે ત્યારે તમે ક્યાં મુદ્દા પર સાંભળવાનુ પસંદ કરશો  તે અંગે સુચન કરી શકાય છે. ૧૫મી ઓગષ્ટના દિવસે ક્યાં મુદ્દા પર મોદીએ વાત કરવી જોઇએ તે અંગે સુચનો આમંત્રિત કરવામાં આવ્યા છે. હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી દર વર્ષે સ્વતંત્રતા દિવસ માટે સુચનો માંગે છે. આ ગાળા દરમિયાન લોકો ન્યુ ઇન્ડિયા અંગે પણ સુચનો માંગી શકે છે. પોતાના વિઝનના સંબંધમાં વાત કરવામાં આવી શકે છે. ન્યુ ઇન્ડિયાને લઇને તમે શુ વિચારી રહ્યા છો તે અંગે સુચન કરવા માટે કહેવામાં આવ્યુ છે.

આ તમામ પ્રકારના સુચનો મોદી એપ પર આપી શકાય છે સાથે સાથે માય ગોવ ડોટ ઇન પર મોકલી શકાય છે. વર્તમાન મોદી સરકારની અવધિના અંતિમં સંબોધનમાં મોદી ક્યાં વિષય પર વાત કરશે તે અંગે દેશના લોકોમાં ભારે ચર્ચા છે. વિરોધ પક્ષોની નજર પણ તેમના ભાષણ પર કેન્દ્રિત થઇ ગઇ છે.

Share This Article