મહાબલીપુરમ : ચીની પ્રમુખ શી ઝિનપિંગ આજે તેમની ઐતિહાસિક ભારત યાત્રાના બીજા દિવસે જુદા જુદા કાર્યક્રમો અને મિટિગોમાં હાજરી આપી હતી. પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઐતિહાસિક સ્મારકોને નિહાળ્યા બાદ અને તેમની સાથે ભારત આવી પહોંચ્યા બાદ પ્રથમ અનૌપચારિક બેઠક રાત્રે યોજ્યા બાદ આજે સવારે ફરીથી બેઠકોનો દોર શરૂ થયો હતો.ઝિનપિંગની યાત્રાના બીજા દિવસે બેઠકોનો દોર જારી છે.
- ચીની પ્રમુખ શી ઝિનપિંગની ભારત યાત્રાના બીજા દિવસે બેઠકોનો દોર જારી રહ્યો
- સવારમાં જુદા જુદા કાર્યક્રમની વિધીવત રીતે શરૂઆત કરવામાં આવી
- ચીની પ્રમુખ જિનપિંગ તેમની યાત્રાના બીજા દિવસે આજે સવારે કોવલામ માટે આઇટીસી ગ્રાન્ડ ચોલા હોટેલમાંથી રવાના થયા હતા
- ચીની પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવલામમાં તાજ ફિસરમેન્સ કોવ હોટેલ ખાતે ગઇકાલે પ્રથમ બેઠક યોજ્યા બાદ આજે બીજી બેઠક યોજી
- બંને નેતાઓએ પહેલા અલગ રીતે બેઠક યોજ્યા બાદ બંને નેતાઓ પ્રતિનિધીસ્તરની મંત્રણામાં સામેલ
- સવારમાં પ્રતિનિધીસ્તરની વાતચીતમાં દ્ધિપક્ષીય સંબંધો પર ખાસ ચર્ચા થઇ
- ચીની પ્રમુખના સન્માનમાં મોદીએ બપોરના ભોજનની વ્યવસ્થા કરી
- ભારત આવ્યા બાદ ગઇકાલે પ્રથમ દિવસે પ્રમુખ જિનપિંગનું ચેન્નાઈ વિમાની મથકે લાલ જાજમ બિછાવીને સ્વાગત કરાયુ હતુ
- તમિળ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા
- ભારત નાટ્યમના કલાકારોએ પણ આકર્ષણ જમાવ્યું હતુ
- ભારત અને ચીનના ધ્વજ લહેરાવીને બાળકોએ જિનપિંગનું સ્વાગત કર્યું હતુ
- મોદી હેલિકોપ્ટર દ્વારા જિનપિંગ પહોંચે તે પહેલા જ મહાબલીપુરમ ખાતે પહોંચી ગયા હતા
- બંને નેતાઓ વચ્ચે પ્રથમ અનૌપચારિક બેઠક મોડેથી થઇ
- આ મુલાકાત અનૌપચારિક હોવાથી હાવભાવમાં કોઇ પ્રોટોકોલ દેખાયા ન હતા
- મહાબલીપુરમમાં મોદીએ જિનપિંગને ત્રણ ઐતિહાસિક સ્મારકો બતાવ્યા જેમાં અર્જુનની તપસ્યા સ્થળી, પંચરથ અને શૌર મંદિરનો સમાવેશ થાય છે
- મોદી અને શી જિનપિંગ વચ્ચે સારી બોન્ડિંગ તમામ લોકોમાં જોવા મળી
- બંને નેતાઓ જે બોલી રહ્યા હતા તે વેળા અનુવાદકો પોતાની ભાષામાં દર્શાવી રહ્યા હતા
- કૃષ્ણા બટર બોલ ભ્રમણ ઉપર પણ બંને પહોંચ્યા
- મિડિયાની સમક્ષ આવીને અલગ અંદાજ દર્શાવ્યો
- બંને નેતાઓએ નારિયેળ પાણીની મજા પણ માણી
- શૌર મંદિરમાં વિશેષતા દર્શાવતા મોદી નજરે પડ્યા જેમાં ગર્ભગૃહ અને શિવલિંગ સ્થાપિત છે