MODERNAની વેક્સીનની કિંમત ૫ ઘણી વધારવાની યોજના!… શું હવે વધારે ખર્ચવા પડશે?…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મોડર્ના, જે અત્યાર સુધી તેની કોવિડ વેક્સીનના એક ડોઝ માટે લગભગ ૧૫થી ૨૬ ડોલર વસૂલતી હતી, તે હવે કિંમતો વધારવાની અને ડોઝ દીઠ ૧૩૦ ડોલર સુધી ચાર્જ કરવાનો પ્લાન બનાવી રહી છે. ડેમોક્રેટિક સેનેટર બર્ની સેન્ડર્સે આ સંભવિત ભાવ વધારા પર આકરા પ્રહારો કર્યા અને તેને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ‘કોર્પોરેટ લોભના અભૂતપૂર્વ સ્તર’ તરીકે જણાવ્યું. મોડર્નાના સીઈઓ સ્ટીફન બૅન્સલે કિંમતનો બચાવ કરતા કહ્યું કે જ્યારે યુએસ સરકાર આરોગ્ય કટોકટીની સ્થિતિને હટાવી લેશે રે ડિલિવરી સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે, જે મે મહિનામાં થઈ શકે છે. સેનેટની સુનાવણીમાં બોલતા, સેન્ડર્સે ટિપ્પણી કરી હતી કે મોડર્ના એવા સમયે ‘રસીની કિંમત ચાર ગણી કરતાં વધુ’ માટે યુએસ કરદાતાઓનો આભાર માની રહી છે જ્યારે તેના ઉત્પાદન માટે ૩ ડોલર કરતાં ઓછો ખર્ચ થાય છે. કંપનીનું તર્ક શું છે? જો કે, મોડર્નાના સીઈઓએ જણાવ્યું હતું કે જ્યારે શોટ્‌સ પ્રાઈવેટ સેક્ટરમાં જશે, સરકારી પ્રાપ્તિથી વેપારને મોટા પ્રમાણમાં ફાયદો થશે નહીં.

 અત્યાર સુધી, MODERNA પાસે સરકાર જ તેની COVID-19 રસી માટે માત્ર એક ગ્રાહક હતો. બૅન્સલે જણાવ્યું હતું કે વધુ પરંપરાગત માર્કેટિંગ અભિગમ પર સ્વિચ કરવા પર, રસી નિર્માતા પાસે ‘૧૦,૦૦૦ ગ્રાહકો હશે.’ અને તેણે ‘૬૦,૦૦૦ ફાર્મસીઓ, ડોકટરોની ઓફિસો અને હોસ્પિટલોમાં રસીનું વિતરણ કરવાનું મેનેજ કરવું પડશે.’ “સૌથી ઉપર, અમે માગમાં ૯૦ ટકા ઘટાડાની અપેક્ષા રાખીએ છીએ,” બૅન્સલે કહ્યું. વધુમાં કહ્યું, ‘જેમ તમે જોઈ શકો છો, અમે મોટા પ્રમાણમાં અર્થવ્યવસ્થા ગુમાવી રહ્યા છીએ.’ AFP મુજબ, અત્યાર સુધી MODERNAને એક્સ્પાયર થયેલ ડોઝની કિંમત ચૂકવવી પડતી નોહતી. જો કે, હવે કંપનીએ આ ખર્ચ ઉઠાવવો પડશે અને ના વેચાયેલા ડોઝનું પણ ધ્યાન રાખવું પડશે.

Share This Article