મુંબઇ : દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેહી પાસે હાલમાં તમામ સારી ફિલ્મો છે. જેમાં ભારત, બાટલા હાઉસ અને સ્ટ્રીટ ડાન્સર ફિલ્મનો સમાવેશ થાય છે. ખુબસુરત નોરા ડાન્સમાં જોરદાર છવાઇ ગઇ છે. તેનુ કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં તેના માટે અનેક મોટી સફળતાઓ આવી હતી. સલમાન ખાન અભિનિત ભારત જેવી ફિલ્મમાં પણ તે ભૂમિકા અદા કરી રહી છે. તેનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮ તેને ખુબ લોકપ્રિયતા મળી હતી. પરંતુ હજુ પણ વધુ સારા પરિણામ માટે આશાવાદી છે. તેનું કહેવું છે કે, ૨૦૧૮માં સૌથી મોટા સોંગ તરીકે તેની પાસે ક્રેડિટ આવી હતી. પરંતુ તે હજુ પણ વધુ સારું કામ કરવા માટે ઇચ્છુક છે. સત્યમેવ જયતેમાંથી દિલબર વિડિયો યુ ટ્યુબ ઉપર ૭૦૦ મિલિયન વખત જાવામાં આવી ચુક્યું છે.
આ સોંગે ૧૯૯૯ના સુપરહિટ સોંગનો જાદુ ફરી જગાવ્યો છે. ૧૯૯૯માં આવેલી સિર્ફ તુમ ફિલ્મમાંથી આ ગીતે ભારે ચર્ચા જગાવી હતી. નોરાનું કહેવું છે કે, આ ગીતની અરેબિક આવૃત્તિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. તેની કેરિયરમાં દિલબર ટર્નિગ પોઇન્ટ તરીકે છે. દિલબર ગીત રજૂ થયા બાદથી તે જુદા જુદા દેશોમાં પ્રવાસ કરી ચુકી છે. આ સોંગે દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. કોફી શોપ, હોટલો અને અન્યત્ર જગ્યા પર આ ગીતે ભારે ચર્ચા જગાવી છે.
ભારતની બહાર પણ આ ગીતની લોકપ્રિયતા વધી છે. હાલમાં તે બાટલા હાઉસ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પણ તેની પાસેથી જોરદાર અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેનું કહેવું છે કે, આ વિડિયોના કારણે તેની લોકપ્રિયતા વધતા હવે તેની પાસે અન્ય ફિલ્મોની ઓફર આવી રહી છે.