જાણો કઈ મોડેલ ઉજવ્યો વૃદ્ધાશ્રમમાં જન્મદિન ?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજકાલ મોડેલિંગ અને પેજ 3 ના જમાના માં કોઈ મોડેલને પોતાનો જન્મદિન ઉજવવા માટે કોઈ આલીશાન હોટેલ અને પ્રેસ કોન્ફરન્સ વિગેરેનો સહારો લે છે ત્યારે એક ગુજરાતી મોડેલ જે હાલ ના વર્ષ માં એમ ટીવી ઇન્ડિયાસ નેક્સટ ટોપ મોડેલ ની વિજેતા અને અનેક કંપનીઓ માટે મોડેલિંગ કરી ચુકેલી રિયા સુબોધ દ્વારા પોતાનો જન્મદિવસ અમદાવાદ ખાતે આવેલા એક વૃદ્ધાશ્રમ માં ઉજવવા ની પહેલ કરી હતી.

આ સુંદર અને હૃદયસ્પર્શી પહેલની નોંધ અનેક ન્યુઝ પેપર અને મીડિયા દ્વારા લેવામાં આવી હતી.

રિયા સુબોધ દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત લેવા માં આવી હતી તેમાં તેના માતા અને પિતા પણ તેની સાથે સંમિલિત હતા. તેઓ દ્વારા બધાજ વૃદ્ધોને ત્યાં જમાડવામાં આવ્યા હતા અને ખૂદ રિયા સુબોધ દ્વારા વાનગીઓ પીરસવામાં આવી. પરિણામ સ્વરૂપે સૌ આશ્રમવાસીઓ દ્વારા રિયા માટે બર્થડે સોન્ગ પણ ગાવામાં આવ્યું હતું,

આ બધ્ધી ઘટનાઓ આપ ખબરપત્રી ડોટ કોમની યુટ્યુબ ચેનલ પર માણી શકો છો.

રિયા સુબોધ દ્વારા હાલમાંજ જયપુર ખાતે એક એવિએશન ઇન્સ્ટિટ્યૂટે નું ઉદ્ઘાટન પણ કરવા માં આવ્યું હતું અને તેઓ હાલના સમયમાં ઘરેણાં અને એસેસરીઝની પોસ્ટર ગર્લ પણ રહી ચુકી છે.

TAGGED:
Share This Article