મોબાઇલ ચોરને લોકોએ લટકાવી રાખ્યો ટ્રેનની બહાર, શું છે વાઈરલ વીડીયોમાં

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બિહારના ભાગલપુર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક ટ્રેનનો છે, જેમાં લોકોએ ચોરને બારીમાં લટકાવી રાખ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ ચોર ચાલટી ટ્રેનમાંથી મોબાઇલ ચોરવાનો પ્રયાસ કરતો હતો ત્યારે લોકોએ તેને ઝડપી લીધો. ત્યારબાદ તેને માર માર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો. વાયરલ વીડિયોમાં તમે ચોરને પોતાના જીવની ભીખ માંગતો જોઈ શકો છો. આ મહિને બિહારમાં આવી બીજી ઘટના છે. આ પહેલા પણ એક આવી ઘટના બેગૂસરાયમાં બની હતી. આ વીડિયો ભાગલપુર જિલ્લાની એક પેસેન્જર ટ્રેન છે, જ્યાં આવી ઘટના બનતી રહે છે. પરંતુ આ વખતે ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે આ ઘટના લૈલખ-ધોધા રેલવે સ્ટેશન વચ્ચેની છે. જાણવા મળી રહ્યું છે કે અહીં ચોરોનું એક ગ્રુપ સક્રિય છે. પરંતુ આ વખતે તેનો બીજો સાથી ભાગવામાં સફળ રહ્યો જ્યારે એક ચોરને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રીએ ઝડપાયેલા ચોરને ટ્રેનની અંદર ખેંચી લીધો અને તેને માર માર્યો. વીડિયોમાં ટ્રેનથી લટકેલો વ્યક્તિ કહી રહ્યો છે કે, ભાઈ હાથ ન છોડતો, બાકી મારૂ મોત થઈ જશે. યાત્રીકોએ આ ચોરને પોલીસના હવાલે કર્યો હતો.

Share This Article