મહેસાણા તાલુકામાં વધતા જતા પ્રેમ સંબંધ અને આપઘાતની ઘટનાને રોકવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણાના લીંચ ગામમાં 18 વર્ષથી નાના બાળકો ઉપર મોબાઇલ વાપરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઇના પણ ઘરમાં 18 વર્ષથી નાના યુવા પ્રેમસંબંધની જાળમાં ફસાયા હશે તો તરત જ તેમના ઘરે જાણ કરવામાં આવશે.
લીંચ ગામના આ સરપંચનો નિર્ણય સાંભળીને લોકોએ બે હાથ ઉંચા કરીને તેને વધાવી લીધો હતો. તાજેતરમાં જ એક કિસ્સો બન્યો હતો કે, એક પ્રેમી પંખીડાએ જીવતા સળગીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાએ આખા ગામમાં અરેરાટી ફેલાવી દીધી હતી. જેના લીધે ગામના લોકો ચિંતામાં પડી ગયા હતા. સરપંચ અને ગામ લોકોએ ભેગા મળી અને આ સમસ્યાનો અંત લાવવાનુ નક્કી કર્યુ હતુ. બાદમાં સર્વ સંમતિથી 18 વર્ષથી ઓછી આયુના લોકોને મોબાઇલ વાપરવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રયાસથી કદાચ આપઘાતની ઘટનાઓ બંધ થાય તેવી આશા ગામજનોને છે.