શું તમારો સ્માર્ટફોન વારે વારે હિટ થાય છે, તો ચીંતાજનક બાબત કહેવાય, કારણકે જો વધારે વાર ફોન ગરમ રહે તો તેની ફાટવાની શક્યતા વધી જાય છે. જો આવું થાય તો તેને કેવી રીતે રોકશો.
- મોબાઇલ ગરમ થવાનું મુખ્ય કારણ છે, મોબાઇલમાં વાઇરસ આવી જવો. તમારો ફોન ગરમ થાય એટલે પ્લે સ્ટોર પર જઇને એંટીવાઇરસ ડાઉનલોડ કરીને આખા મોબાઇલને સ્કેન કરવો જોઇએ.
- ફોન હિટ થવાનું બીજુ એક કારણ તે પણ છે કે મોબાઇલની મેમરી ફૂલ થઇ જવી. બિનજરૂરી ડોક્યુમેન્ટ વિડીયો અને ફોટો ડિલીટ કરીને મોબાઇલમાં સ્પેસ કરી દેવી જોઇએ.
- જે એપ્સની તમને જરૂર નથી તેને ડિલીટ કરી દેવી જોઇએ. જે પણ એપ તમે પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરો છો તેના ફિડબેક વાંચી લેવા.
- સ્માર્ટફોન પર ગેમ રમવાની મજા જ કંઇક અલગ હોય છે. પરંતુ ક્યારેય ગેમ રમતી વખતે મોબાઇલ ચાર્જ ન કરવો જોઇએ. આવુ કરવાથી તે ફાટે છે.
- ફોન પર વાત કરતી વખતે તેને ક્યારેય ના ચાર્જ કરવો જોઇએ. આવું કરવાથી બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.
- તમારા ફોનની હાલત શું છે તે પણ ધ્યાનમાં રાખવું જોઇએ. જો તમારો ફોન વધારે જૂનો થઇ ગયો છે તો તેને બદલી નાંખવો જોઇએ.
આમ, જો તમારો ફોન વધારે ગરમ રહે છે, તો આ ઉપાયો થકી તેને બ્લાસ્ટ થતો બચાવી શકાય.