મોબાઇલ ફાટવાની વધુ એક ઘટના સામે આવી છે. મલેશિયામાં જ ચાર્જીંગ ફાટવાની ઘટના બની છે. જેમાં ક્રેડલ ફંડના સીઇઓ નાઝરીન હસનની મોત થઇ ગઇ છે. મોબાઇલ બ્લાસ્ટ થવાને કારણે તેમનું મોત નિપજ્યુ છે. ક્રેડલ ફંડ એ મલેશિયામાં મિનિસ્ટરી ઓફ ફાઇનાન્સની કંપની છે. જે સ્ટાર્ટ અપ કરનારને મદદ કરે છે.
હસન બ્લેકબેરી અને હુવાવેના ફોનનો ઉપયોગ કરતા હતા. તેમણે બંને ફોનને બેડરૂમમાં ચાર્જીંગ પર લગાવ્યા હતા. અચાનક જ તે ફાટતા આગ લાગી ગઇ હતી અને તેમનુ મોત થઇ ગયુ હતું. પોલિસે આ વાતનો દાવો કર્યો છે કે, આગ લાગી અને તેના ધૂમાડાને લીધે હસનનુ મોટ નિપજ્યુ હતું. બ્લાસ્ટ થયો અને એક ટુકડો તેમના માથા સાથે ભટકાયો અને તે ટ્રોમામા જતાં રહ્યાં હતા, બાદમાં આગ લાગતા તેમનુ મૃત્યુ થયુ હતુ.
મોબાઇલ ફોન રાખવા જેટલા સહેલા છે તેટલા જ ખતરનાક પણ છે. મોબાઇલ ફાટવાનો ડર, તેમાંથી ડેટા ચોરાઇ જવાનો ડર, પરંતુ કોઇનું મૃત્યુ જ થઇ જાય તો.. સ્માર્ટફોનનોઉપયોગ જાળવીને કરવો જોઇએ.