મોબાઇલ કંપનીઓએ ટેરિફમાં ૪૦થી ૪૫ ટકા સુધીનો નોંધપાત્ર વધારો કરી દીધો છે જેથી શહેરમાં રહેતા ઓછી આવકવાળા વર્ગના લોકોની તકલીફમાં વધારો કરે છે. મોબાઇલ પર ઇન્ટરનેટ ઉપયોગ કરનાર લોકોનું કહેવું છે કે, ડેટા પ્લાન મોંઘા થવાના પરિણામ સ્વરુપે તેમને ખુબ ભારે પડી રહ્યા છે. ડેટા પ્લાન મોંઘા થવાના કારણે તેમને ડુંગળી કરતા પણ વધારે મુશ્કેલી ડેટા પ્લાન અનુભવ કરાવી રહ્યા છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં સામાન્ય લોકો ઉપર આના બોજ દેખાવવા લાગશે. જાણકાર લોકોનું કહેવું છે કે, એરટેલ, વોડાફોન અને જીઓના પ્રિપેઇડ પ્લાન મોંઘા થવાના કારણે શહેરોમાં રહેતા ગરીબ વર્ગના લોકોની તકલીફ વધી ગઈ છે. ડિજિટલ કારોબાર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ટેલિકોમ કંપનીઓના મોંઘા પ્લાનના કારણે શહેરી ઓછી આવક વર્ગના સ્માર્ટફોનથી એબીસીડી પર ખર્ચ ઓછો થઇ રહ્યો છે. મોંઘા ટેરિફ પ્લાન પર જે લોકો ઉપર અસર થઇ રહી છે તે કુલ ગ્રાહકો પૈકી ૯૫ ટકા હિસ્સા સમાન છે. પૂર્વીય દિલ્હીમાં રહેનાર એક ગૃહિણીનું કહેવું છે કે, તેના નાના બાળકને બોલીવુડ નંબર પર લિપસિંક વિડિયો અપલોડ કરવાનો શોખ છે તે આવું કરતી રહે છે પરંતુ તેના આ શોખને વધી ગયેલા ટેરિફથી ફટકો પડ્યો છે. પહેલા ૫૦૦ રૂપિયામાં રિચાર્જ કરાવતા હતા જેમાં ૮૪ દિવસ માટે ટુ જીબી ડેટા મળતા હતા. હવે આ ડેટા પેકેજ માટે ૨૦૦ રૂપિયા વધારે આપવા પડી રહ્યા છે.
કેટલાક ડ્રાઇવરોનું કહેવું છે કે, તેઓ રાઇડ્સ વચ્ચે તમિળ ફિલ્મો નિહાળતા હતા. ફોન છોડતા ન હતા પરંતુ હવે મુશ્કેલી વધી ગઈ છે. સમજદારીથી મોબાઇલનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.