નવી દિલ્હી : સપ્ટેમ્બર મહિનામાં ૧૯ ચીજવસ્તુઓની આયાત ડ્યુટી વધારી દેવામાં આવ્યા બાદ સરકારે કેટલાક ટેલિકોમ સાધનો ઉપર ડ્યુટીમાં વધારો કરી દીધો છે જેના પરિણામ સ્વરુપે ઘણી બધી ચીજા વધુ મોંઘી થશે. ખાતાકીય ખાધને ઘટાડી દેવાના હેતુસર સરકારે આયાત ડ્યુટીમાં વધારો કર્યો છે. આયાત ડ્યુટી વધી જવાથી કિંમતો વધશે. અલબત્ત આયાત ઘટવાથી સ્થાનિક નિર્માતાઓને ફાયદો થશે. ડોલર સામે રૂપિયાને કાબૂમાં લેવાની હિલચાલ તરીકે પણ આને જાવામાં આવે છે.
બેઝ સ્ટેશન, ઓપ્ટીકલ ટ્રાન્સપોર્ટ સાધનો, Âસ્વચ અને આઈપી રેડિયો જેવી ચીજવસ્તુઓ ઉપર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે. મધર બોર્ડ પર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે જેના પરિણામ સ્વરુપે મોબાઇલ ફોન વધુ મોંઘા થશે. બંને ચીજા ઉપર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. એટલે કે એસી અને રેફ્રિજરેટર પર ડ્યુટીમાં વધારો કરાયો છે. જા કે, એસીની કિંમતોમાં વધારે ફેરફાર કરવામાં આવનાર નથી.
૧૦ કિલોથી ઓછાની ક્ષમતાવાળી વોશિંગ મશીન ઉપર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવાઈ છે જેના પરિણામ સ્વરુપે વોશિંગ મશીનની કિંમતોમાં વધારો થશે. આ ઉપરાંત એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર પ્સરકારે પાંચ ટકા આયાત ડ્યુટી લાગૂ કરી છે જેના પરિણામ સ્વરુપે વિમાની યાત્રા મોંઘી થશે. જા કે, સરકારે જેટ ફ્યુઅલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ૧૧ ટકા કરી છે જે પહેલા ૧૪ ટકા હતી. આનાથી યાત્રીઓને રાહત મળી શકે છે. કિંમતી ચીજા અને જ્વેલરીની ચીજા ઉપર ડ્યુટી ૧૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી દેવામાં આવી છે જેના લીધે જ્વેલરીની કિંમતોમાં વધારો જાવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં અન્ય ચીજવસ્તુઓની કિંમતો વધવાના પણ સંકેતો દેખાઈ રહ્યા છે. પ્લાÂસ્ટકના બેગ, કન્ટેઇનર, બોટલ ઉપર ડ્યુટી વધારી દેવામાં આવી છે. ઓફિસ સ્ટેશનરીમાં પણ ડ્યુટી વધી છે.