મોબાઇલ ફોન એક્સેસરીઝ બ્રાંડ મોબિલા મોબાઇલ એક્સેસરિઝ અને લાઇફસ્ટાઇલ ઉત્પાદનોમાં પોતાની વિશેષ ઓળખ બનાવી ચૂકી છે. મોબિલા તમામ વય જૂથના લોકોને બાહ્ય દુનિયા સાથે જોડાયેલા રહેવાની તમામ જરૂરિયાતોને પૂરી કરે છે. આ રીતે બજારમાં પોતાની પકડ અને વધુ મજબૂત બનાવવા માટે મોબિલાએ બૉલિવુડ એક્ટ્રેસ સિંઘમ ગર્લના નામથી લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલને બ્રાંડ એન્ડોર્સેર બનાવવાની જાહેરાત કરી છે. પોતાના વિવિધ પાત્રો અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર પ્રાપ્ત કરનાર કાજલ અગ્રવાલ આવનારા સમયમાં મોબિલાના નવા ઉત્પાદનો માટે પ્રચાર પ્રસાર અભિયાનોની એક શ્રેણીમાં શામેલ થશે.
આ પ્રસંગે મોબિલાના કો-ફાઉન્ડર જિજ્ઞેશ શાહ તથા હેતલ શાહે જણાવ્યું, “કાજલ અગ્રવાલ એક જાણીતી હસ્તી છે અને એક વિશ્વાસપાત્ર વ્યક્તિત્વ ધરાવે છે. મોબિલા સાથે તેમનું જોડાણ આપણા સૌને તે દર્શાવવામાં મદદ કરશે કે અમારા ઉત્પાદનો તેમના જીવનમાં કેવું મૂલ્ય જોડી શકે છે.”
મોબિલાની ચીફ માર્કેટિંગ ઑફિસર વિશાલ ગુપ્તાએ જણાવ્યું, “કાજલઅગ્રવાલનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી છે અને બજારમાં તેમની સારી ઓળખ છે. તેમને અમારી માર્કેટિંગ રણનીતિઓમાં શામેલ કરવાથી અમારા આવનારા ઉત્પાદનોની બજાર પહોંચને પ્રોત્સાહન મળશે.”
મોબિલાના ક્રિએટિવ હેડ સચીન શર્માએ જણાવ્યું, “કાજલ ફિલ્મ ઉદ્યોગમાં એક આઇકોન છે, તેઓ તમામ વય જૂથના લોકોને પ્રેરિત કરે છે. તેમની સાથે હોવાથી અમે અમારા ઉપયોગકર્તાઓને આ સમજ આપી શકીએ છે કે અમારા ઉત્પાદનો તેમના જીવનમાં શું તફાવત લાવશે.”
એસોસિએશન પર બોલતા એક્ટ્રેસ કાજલ અગ્રવાલે જણાવ્યું, “હું મોબિલા જેવી બ્રાંડની સાથે ભાગીદારી કરી ઉત્સાહિત છીએ, જે એક પ્રતિષ્ઠિત ભારતીય બ્રાંડ છે, જે પોતાના ઉત્પાદનની ગુણવત્તા અને ગ્રાહક સેવા માટે વર્ષોથી ભારતીય ગ્રાહકો તરફથી પ્રેમ અને સમ્માન પ્રાપ્ત કરી રહી છે. આ એક પ્રગતિશીલ બ્રાંડ છે, જેની સાથે હું પણ ગર્વિત થઇ રહી છું.”