બજેટમાં મનરેગાને ૫,૦૦૦ કરોડ રૂપિયા વધારાના મળશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર પૂર્ણ બજેટની જગ્યાએ પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. જેના ભાગરૂપે વર્ષ ૨૦૧૮-૧૯ માટે સુધારી દેવામાં આવેલા અંદાજમાં કેન્દ્ર સરકારની  ફ્લેગશીપ  યોજના  મનરેગામાં વધારાના ૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવી દેવા માટે ઇચ્છુક છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ગ્રાન્ટ માટે પુરક માંગ મારફતે મનરેગાને પહેલાથી જ ૬૦૮૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી ચુકી છે. સુધારવામાં આવેલા અંદાજની સાથે કુલ ફાળવણીનો આંકડો આ વર્ષ માટે ૬૬૦૦૦ કરોડ સુધી પહોંચી શકે છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે અધિકારીઓના કહેવા મુજબ ફાળવણી ૬૦,૦૦૦ કરોડથી વધારે રહી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બજેટને લઇને તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સોમવારના દિવસે હલવા વિતરણની સાથે જ બજેટ દસ્તાવેજાના પ્રકાશનની શરૂઆત કરવામાં આવી હતી. હવે ૧૦૦ કર્મચારીઓ નોર્થ બ્લોકમાં જ રહેશે. બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આને લઇને આજે તૈયારી શરૂ થઇ હતી. બીજી બાજુ નાણાં પ્રધાન અરૂણ જેટલી કહી ચુક્યા છે કે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને વચગાળાનુ  બજેટ રજૂ કરવાની Âસ્થતીમાં છે. જા કે મેડિકલ ચેક અપ માટે હાલમાં અમેરિકામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર  તેનુ અંતિમ બજેટ રજૂ કરનાર છે. બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા જાહેર કરવામાં આવી શકે છે. હલવા વિતરણના કાર્યક્રમમાં તમામ આર્થિક નિષ્ણાંતો હાજર રહ્યા હતા. જેમાં આર્થિક સચિવનો સમાવેશ થાય છે. લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે જેટલી કેવા પ્રકારનુ બજેટ રજૂ કરે છે તે બાબત પણ દેશના તમામ સામાન્ય લોકો અને કોર્પેરેટ જગત તેમજ ઉદ્યોગપતિઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. કોર્પોરેટ જગત દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

Share This Article

Fatal error: Uncaught ErrorException: md5_file(/home/khabarp/public_html/wp-content/litespeed/css/7bb0dc0b6fab07078ca5dd3b43a891ce.css.tmp): failed to open stream: No such file or directory in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:151 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/khabarp/p...', 151, Array) #1 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(151): md5_file('/home/khabarp/p...') #2 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(843): LiteSpeed\Optimizer->serve('https://khabarp...', 'css', true, Array) #3 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(334): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(264): LiteSpeed\Optimize->_optimize() #5 /home/khabarp/public_html/wp-includes/class-wp-hook.php(324): LiteSpeed\Optimize->finalize in /home/khabarp/public_html/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 151