મી ટુ અભિયાન હેઠળ જાતિય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા કેન્દ્રીયમંત્રી એમજે અકબરે પોતાની સ્પષ્ટતા આપ્યા બાદ કાયદાકીય રસ્તો અપનાવી લીધો છે. આ સંબંધમાં આરોપ મુકનાર એક મહિલા પત્રકાર પ્રિયા રમાણી ઉપર બદનક્ષીનો કેસ પણ દાખલ કરી દીધો છે. અકબર આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાના વકીલોના માધ્યમથી આ કેસ દાખલ કરતા આની ચર્ચા વધી હતી. એમજે અકબર ઉપર આશરે એક ડઝન જેટલી મહિલા પત્રકારોએ જાતિય સતામણીના આક્ષેપો મુક્યા છે. ત્યારબાદ વિરોધ પક્ષોએ પણ એમજે અકબરના રાજીનામાની માંગ કરીને સરકારની મુશ્કેલી વધારી દીધી છે.
જેના કારણે રવિવારના દિવસે અકબરને પોતે ખુલાસો કરવો પડ્યો હતો. મીન્ચલોજના પુર્વ એડિટર પ્રિયા રમાણીએ સૌથી પહેલા એમજે અકબર ઉપર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ અકબરે પોતાના નિવેદનમાં રામાણીના આરોપોને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે, પ્રિયા પોતાના અભિયાનને એક વર્ષથી પહેલા ચલાવી રહી છે. પ્રિયા રમાણીએ પોતાના અભિયાનની શરૂઆત એક પત્રિકાના લેખ સાથે શરૂ કર્યા બાદ આ ક્ષેત્રમાં આગળ વધ્યા હતા. તેમણે એણ પણ કહ્યું હતું કે, આ મહિલાએ તેમના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. કારણ કે, તે જાણતી હતી કે આ વાર્તા ખોટી છે.
પ્રિયા રામાણીએ એક વર્ષ પહેલા લેખ લખ્યા હતા અને તેઓએ મી ટુ અભિયાનના અકબરના નામનો ઉલ્લેખ કર્યો હતો. ૬૭ વર્ષીય અકબર એશિયન એજ અખબારના પૂર્વ એડિટર તરીકે છે. રામાણીના આરોપ બાદ ૧૧ જેટલી મહિલા પત્રકારોએ પણ સામે આવીને એમજે અકબર ઉપર આક્ષેપો કર્યા હતા. આ મહિલા પત્રકારોએ એમજે અકબર સાથે કામ કર્યું હતું. અકબરની સામે સપાટી ઉપર આવેલી મહિલા પત્રકારોમાં ફોર્સ મેગેઝિનના કારોબારી એડિટર ગજાલા વહાબ, અમેરિકી પત્રકાર મજલી ડે અને ઇંગ્લેન્ડની પત્રકાર રુથ ડેવિડનો સમાવેશ થાય છે. અકબર ઘણા અખબારો એડિટર તરીકે રહી ચુક્યા છે. અકબર તે ટેલિગ્રાફ અને સન્ડેના એડિટર રહ્યા છે. ૧૯૮૯માં રાજનીતિમાં આવતા પહેલા મિડિયામાં એક મોટી હસ્તી તરીકે તેમની ઓળખ હતી. એમજે અકબરે કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી અને સાંસદ બન્યા હતા. અકબર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા અને મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બનીને જુલાઈ ૨૦૧૬માં વિદેશ રાજ્યમંત્રી બન્યા હતા.
એમજે અકબર ઉપર આક્ષેપનો દોર ચાલી રહ્યો છે ત્યારે તેમની તકલીફ હજુ ઓછી નહીં થાય તેમ માનવામાં આવે છે. ગઇકાલે વિદેશથી પરત ફર્યા બાદ વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે પોતાની સામે મુકવામાં આવેલા તમામ આક્ષેપોને રદિયો આપ્યો હતો. એમજે અકબરે કહ્યું હતું કે, જાતિય સતામણીના આરોપો આધારવગરના છે. આને લઇને તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે આરોપોના સમય ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, સામાન્ય ચૂંટણીથી પહેલા કેમ આક્ષેપો થઇ રહ્યા છે. અકબરે કહ્યું હતું કે, તેમની સામે મુકવામાં આરોપો બિલકુલ આધારવગરના છે. સત્તાવાર પ્રવાસ ઉપર વિદેશમાં હોવાના કારણે આરોપો અંગે જવાબ આપી રહ્યા ન હતા. વિદેશ રાજ્યમંત્રીએ વિસ્તૃત નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ પોતાની સામે જાતિય સતામણીના આરોપો મુકનાર લોકો સામે કાર્યવાહી કરશે. કેટલાક વર્ગોમાં કોઇપણ પ્રકારના પુરાવા વગર આક્ષેપો મુકવાની બિમારી રહે છે. હવે તેઓ પરત ફર્યા છે અને કાયદાકીય લડત ચલાવશે. આના માટે તેમના વકીલ આ નિરાધાર આરોપોમાં ધ્યાન આપશે. એમજે અકબર ઉપર ઓછામાં ઓછી ૧૨ મહિલાઓ દ્વારા અયોગ્ય વર્તન કરવા અને જાતિય અત્યાચાર અને શોષણ કરવાનો આક્ષેપ મુક્યો છે.