મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીની હાર : એમએનએફની જીત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મિઝોરમમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ આ વખતે મિઝોરમની ચૂંટણીમાં એમએનએફે જારદાર સપાટો બોલાવ્યો છે. જારદાર બહુમતિ સાથે એમએનએફે શાનદાર સત્તામાં વાપસી કરી છે. કોંગ્રેસના મુખ્યપ્રધાન પી. લાલથનહવલા  ચંફાઇ સાઉથ સીટ પરથી હારી ગયા છે. તેઓ બે સીટ પરથી મેદાનમાં હતા. એમએનએફે ૨૯ સીટ પર છેલ્લા સમાચાર મુજબ લીડ મેળવી હતી.

બહુમતિનો આંકડો આ પાર્ટીએ હાંસલ કરી લીધો છે. મિઝોરમમાં હજુ સુધી માત્ર બે જ મુખ્યપ્રધાન થયા છે. મિઝોરમમાં મુખ્ય વિરોધ પક્ષ મિઝોર નેશનલ ફ્રન્ટ છે. મિઝો નેસનલ ફ્રન્ટના ૪૦ ઉમેદવાર મેદાનમાં હતા. ભાજપના ૩૯ ઉમેદવારો મેદાનમાં હતા. મિઝોરમમાં ઉંચુ મતદાનથયા બાદ ભારે સસ્પેન્સની સ્થિતી હતી. આજે મત ગણતરીની શરૂઆત થયા બાદ બંને એમએનએફ દ્વારા લીડ મેળવી લેવામા આવી હતી.

Share This Article