ટુંક સમયમાં હવે યોજાનાર લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં છે. જો કે તમામ રાજકીય પક્ષોની સામે સૌથી મોટી સમસ્યા બેઠકોની વહેંચણીને લઇને રહેલી છે. ભાજપ અને કોંગ્રેસ સામે આ સમસ્યા વધારે ગંભીર છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી દ્વારા કોણ કઇ બેઠકો પર ચૂંટણી લડશે તે બાબત નક્કી કરી લેવામાં આવી છે છતાં સમસ્યા હજુ અકબંધ રહી શકે છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે દરેક રાજકીય પક્ષ અને દરેક ગઠબંધન દ્વારા જારદાર તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરી કરી રહ્યા છે. મોટી મોટી મહત્વકાંક્ષાના કારણે દરેક પાર્ટી સામે બેઠકની વહેંચણીની સમસ્યા ઉભી થાય તેમ માનવામાં આવે છે.
રાજકીય પંડિતો પણ નક્કરપણે માને છે કે ચૂંટણીમાં બેઠકોની વહેંચણી તમામ માટે માથાના દુખાવા સમાન રહેનાર છે. કોઇ પાર્ટી પોતાના અસ્તિત્વને લઇને જાખમ લેવા માટે તૈયાર નથી. ખાસ કરીને મોટી પ્રાદેશિક પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ માટે સમસ્યા ઉભી કરી શકે છે. મોટી પાર્ટીઓ નવા ગઠબંધન બનાવવા માટેના પ્રયાસમાં છે. જા કે તેમની સાથે બેઠકોની વહેંચણી મુખ્ય સમસ્યા તરીકે આવી રહી છે. પહેલા જે રાજ્યોમાં ભાજપજુનિયર પાર્ટનર તરીકે છે ત્યારે પાર્ટીએ તેમની સ્થિતી ખુબ મજબુત બનાવી છે. આવી સ્થિતીમાં ક્ષેત્રીય પાર્ટીઓ માટે પડકારો વધી ગયા છે. જે પાર્ટી ભાજપની વિરુદ્ધમાં છે તેમના માટે સૌથી મોટી બાબત બીજા પક્ષો સાથે બેઠકોને લઇને તાલમેલ બેસાડી દેવાની છે. સાથે સાથે મતભેદો દુર કરીને કઇ રીતે આગળ વધવામાં આવે તે પણ સમસ્યા છે. એવી પણ પાર્ટીઓ છે જેમની મુખ્ય વિરોધી પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે. સાથે સાથે આ પાર્ટી એવા કોઇ ગઠબંધનમાં સામેલ થઇ શકે નહીં જ્યાં કોંગ્રેસ પણ અંદર છે.
કેટલાક પક્ષો હજુ પત્તા ખોલવા માટે બિલકુલ તૈયાર નથી. તમામ પાર્ટીઓ સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જ કોઇ નવી જાહેરાત કરનાર છે. જેટલી વધુ સીટ જીતી શકાય તેટલી સીટ માટે ખાતરી કરવામાં આવી રહી છે. રાજ્યવાર ચિત્ર પર નજર કરવામાં આવે તો જાઇ શકાય છે કેરાજકીય રીતે ખુબ ઉપયોગી ગણાતા અને કેન્દ્રમાં સત્તામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો છે. જે પૈકી ભાજપ પાસે ૭૧ સીટ છે અને અપના દળની બે સીટો છે. સમાજવાદી પાર્ટીની પાંચ અને કોંગ્રેસની માત્ર બે સીટો છે. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં માયાવતીને મરણતોળ ફટકો પડ્યો હતો. કારણકે તેમની પાર્ટી બહુજન સમાજ પાર્ટીનુ ખાતુ પણ ખુલ્યુ ન હતુ. વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં પણ એનડીએ દ્વારા જારદાર સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે એનડીએને ૪૦૩ સીટ પૈકી ૩૨૫ સીટ મળી હતી. સમાજવાદી પાર્ટી, બસપ અને આરએલડીને આના કારણે એક સાથે આવવાની ફરજ પડી રહીછે. તમામ પાર્ટીની હાલત કફોડી બનેલી છે. વર્ષ ૨૦૧૯માં બેઠકોની વહેંચણી મોટી સમસ્યા છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી ૩૪ સીટ પર બીજા સ્થાને રહી હતી.
સમાજવાદી પાર્ટી ૩૧ સીટો પર બીજા સ્થાને રહી હતી. કોંગ્રેસ પાર્ટી છ સીટ પર બીજા સ્થાને રહી હતી. આવી સ્થિતીમાં તમામ સામે સમસ્યા રહી શકે છે. મહારાષ્ટ્રની ૪૮ સીટની વાત કરવામાં આવે તો ભાજપને ૨૨ સીટો મળી હતી. સિવસેનાને ૧૮ અને એનસીપીને છ સીટ મળી હતી. ભાજપ અને શિવસેનાને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડનાર છે. વર્ષ ૨૦૧૯માં બન્ને ૨૦૧૪ની જેમ જ સાથે મેદાનમાં ઉતરી શકે છે. પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા સીટ પર ચૂંટણી નિર્ણાયક રહી શકે છે. વર્ષ ૨૦૧૪માં તૃણમુળ કોંગ્રેસને ૩૪ સીટ મળી હતી. કોંગ્રેસને ચાર સીટો મળી હતી. ભાજપ અને ડાબેરીઓને બે બે સીટ મળી હતી. બંગાળમાં પણ કોંગ્રેસ અને મમતા વચ્ચે જાડાણની શક્યતા દેખાઇ રહીછે. જો કે મમતા કેટલી બેઠક કોંગ્રેસને આપી શકે છે તે બાબત ઉપયોગી રહેશે. કોંગ્રેસને વર્ષ ૨૦૧૪માં ચાર સીટ મળી હતી. ભાજપ ૨૦થી વધારે સીટ જીતવા માટે ટાર્ગેટ ધરાવે છે. ભાજપ અને મમતાના મુખ્ય વિરોધ પક્ષ તરીકે છે. બિહારમાં ચિત્ર રોમાંચક બનનાર છે. ૨૦૧૪માં ભાજપને ૨૨ અને એલજેપીને છ સીટ મળી હતી. આરએલએસપીને ત્રણ સીટ મળી હતી. એકલા હાથે ચૂંટણી લડનાર જેડીયુને માત્ર બે સીટ મળી હતી. આરજેડીને ચાર અને કોંગ્રેસને કોઇ સીટ મળી ન હતી. આરજેડીનુ નેટવર્ક વધ્યુ છે. કારણ કે તેમની સાથે યાદવ અને મુસ્લિમ મતદારો રહેલા છે. જેડીયુ તમામ વિકલ્પ પણ વિચારે છે. નીતિશે ભાજપ અને લાલુ યાદવ સાથે સંબંધ બરોબર રાખ્યા છે. કર્ણાટક,આંધ્રપ્રદેશ, ઝારખંડ અને તેલંગાણાની ચૂંટણી પણ નિર્ણયક રહી શકે છે. તમામ જગ્યાએ બેઠકોની વહેંચણીને લઇને મોટી સમસ્યા જાવા મળી રહી છે.