લખનૌ : વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા આક્રમક તૈયારી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં પ્રવર્તી રહેલા રાજકીય સમીકરણો ઉપર ભાજપની ચાંપતી નજર છે.સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી ગઠબંધનના પડકારો અને વર્તમાન સાંસદોની સામેવિરોધી પરિબળનો સામનો કરવા માટે ભાજપ ઉત્તરપ્રદેશ સરકારના કેટલાક શÂક્તશાળી મંત્રીઓને મેદાનમાં ઉતારવા માટેની તૈયારીમાં છે. સમાજવાદીપાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન હજુ સુધી બની શક્યું નથી પરંતુ ભાજપ પહેલાથીજ તમામ શક્યતાઓનો ઉકેલ શોધી કાઢવાની તૈયારીમાં છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાનાકહેવા મુજબ ભાજપનો પ્રથમ ઉદ્દેશ્ય બંને પાર્ટીઓ એકબીજાની નજીક ન આવે તે રહેલો છે.તેમ છતાં જા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી એક સાથે આવશે તો આવી સ્થિતિમાં પણ પાર્ટી જારદારરીતે તૈયારીમાં છે.
પાર્ટીના એક નેતાએ કહ્યું છે કે, પાર્ટી હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યોછે કે, ૭૧ વિજેતા ઉમેદવારોમાંથી ૫૦ ટકાને આવખતે તક આપશે નહીં. આવી સ્થિતિમાં પાર્ટીને જીતાડી શકે તેવા ઉમેદવારોની જરૂર છે.રાજ્યમાં બેઠકોની ગણતરી ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવામાં આવી રહી છે. યુપીમાંશાનદાર દેખાવથી ભાજપની વાપસીનો માર્ગ મોકળો થશે. ભાજપ રાજ્યના પોતાના સૌથી પ્રભાવશાળી મંત્રીઓની યાદી તૈયાર કરી રહી છે. ચૂંટણી ક્ષેત્રમાં જે લોકોને દબદબોરહેલો છે તેવા નેતાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. સતિષ મહાના, એસપી સાહિલ, દારાસિંહ ચૌહાણ, એસપીએસ બઘેલ, સ્પીકર દિક્ષીત જેવા કેટલાક મોટા નામછે જે ૨૦૧૯ની ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે. પાર્ટી ભાવનાત્મક મુદ્દાઓ અને વિકાસના એજન્ડાની સાથે મેદાનમાં ઉતરવાની યોજના ધરાવે છે.