સીરિયામાં ચાલતા ગૃહ યુદ્ધમાં કેમિકલ હુમલાના જવાબમાં અમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સની સાથે મળીને સીરીય પર મિસાઇલ હુમલો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ સીરિયન રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા સામે આવી છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે ટ્વીટ કરી કહ્યું, ‘સારી આત્માને દબાવી શકાય નહી.’ બીજી તરફ સીરિયામાં અમેરિકાના હુમલા બાદ રશિયા ભડકી ઉઠ્યું છે. પુતિને કહ્યું કે હવે અપમાન સહન કરાશે નહીં.
મીડિયા રિપોર્ટ અનુસાર એક રશિયન રાજદૂતે ચેતવણી ભરેલા શબ્દોમાં કહ્યું કે, અમેરિકા આ હુમલા બાદ પરમાણુ પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. અમેરિકાના રાષ્ટ્રપતિએ સીરિયામાં હુમલા કરવાની જાહેરાત બાદ દમિશ્કની પાસે બ્લાસ્ટનો અવાજ સાંભળવા મળ્યો હતો. અમેરિકાના અધિકારીઓ અનુસાર સીરિયાની સામે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં ફાયટર પ્લેન અને જહાજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હુમલામાં કેટલાય પ્રકારના બોમ્બનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ફ્રાંસના રક્ષામંત્રીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે સીરિયામાં અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનની સંયુક્ત કાર્યવાહીથી પહેલા રશિયાને ચેતવણી આપી હતી. બીજી તરફ રશિયાએ અમેરિકાની મિસાઇલને આકાશમાં જ પાડી દેવાની ચેતવણી આપી છે. અમેરિકાના હુમલાને જર્મનીએ વખોડી કાઢ્યું જર્મનીની ચાન્સલર અને ક્રશ્ચિય ડેમોક્રેટિક યુનિયન (સીડીયૂ)ની નેતા એન્જેલા માર્કેલે પહેલા જ જાહેરાત કરી હતી કે જર્મની, સીરિયાની સામે અમેરિકાના નેતૃત્વવાળા સૈન્ય હુમલામાં સામેલ નહી થાય. જોકે પોતાના એક નિવેદનમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ કારણે અમેરિકાએ સીરિયા પર જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકાની આ કાર્યવાહીમાં બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે.