મિસ ઇડિંયા-૨૦૧૮: આ સુંદર જવાબ આપી અનુકૃતિએ પહેર્યો મિસ ઇંડિયાનો તાજ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મિસ ઇડિંયા ૨૦૧૮ના તાજ માટે તામિલનાડુની અનુકૃતિ વાસની પસંદગી કરવામાં આવી છે. અનુકૃતિએ આ ખિતાબ ૨૯ સહપ્રતિસ્પર્ધીયોને હરાવીને જીત્યો છે. હાલમાં કોલેજમાં અભ્યાસ કરી રહેલી અનુકૃતિએ તેને પૂછાયેલા સવાલનો સુંદર જવાબ આપ્યો કે એ જવાબે તેને દેશની સૌથી સ્વરૂપવાન યુવતી બનાવી દીધી.

ફાઇનલ રાઉંડમાં અનુકૃતિને પૂછવામાં આવ્યો હતો કે “સૌથી શ્રેષ્ઠ શિક્ષક કોણ છે – સફળતા કે અસફળતા?” આ સવાલના જવાબમાં કહ્યું કે હું અસફળતાને શ્રેષ્ઠ શિશ્રક માનુ છું, કારણ કે જ્યારે આપણને સતત સફળતા મળે છે તો આપણે તેને પુરતી માની લઇએ છીએ અને આપણી પ્રગતિ ત્યાં જ અટકી જાય છે. પરંતુ જ્યારે આપ અસફળ થાવ છો તો આપણને પ્રેરણા મળે છે આપણે સફળતા મળવા સુધી સતત મહેનત કરતાં રહીયે.

અનુકૃતિએ જણાવ્યું કે, મારી માતા સિવાય કોઇ એવું હતુ નહિ જે મારા સમર્થનમાં ઉભું રહે. આલોચના અને અસફળતા જેણે મને આ સમાજમાં આત્મવિશ્વાસી અને સ્વતંત્ર બનાવી.

મુંબઇમાં આયોજિત આ કોન્ટેસ્ટમાં હરિયાણાની રહેવાસી મીનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર-અપ અને સેકંડ રનર-અપ આંધ્રપ્રદેશની શ્રેયા રાવ રહી તરીકે પસંદગી પામી હતી.

Share This Article