સેક્સ ટેપ લીક થતાં મિશા બર્ટને નારાજ છે : હેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોસએન્જલસ : હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી મિશા બર્ટને પોતાના પૂ્‌ર્વ પ્રેમીની સાથે સેક્સ સંબંધોને લઇને સેક્સ ટેપ અશ્વીલ સાઇટ પર લીક થવાની બાબતને ઇમોશનલ બ્લેકમેઇલિંગ તરીકે ગણાવીને તેની નિંદા કરી છે. ૩૧ વર્ષીય અભિનેત્રીએ ટીવી શો ડોક્ટર ફિલન થોડાક સમય પહેલા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ  કે તેને જાણવા મળ્યુ છે કે આ ટેપ સૌથી વધારે બોલી લગાવનાર વ્યક્તિને આપી દેવામાં આવી છે. શો દરમિયાન બર્ટને કહ્યુ હતુ કે કોઇ વ્યક્તિએ છ મહિના પહેલા સેક્સ ટેપ હોવાની બાબત કરી હતી. કારણ કે જાહેર રસ્તા પર આવીને કોઇ વ્યક્તિએ તેને આ વાત કરી હતી.

આ વ્યક્તિએ કહ્યુ હતુ કે તે કોઇ ચીજ તેને બતાવવા ઇચ્છુક છે. અભિનેત્રીએ કહ્યુ હતુ કે તેને શરૂઆતમાં વિશ્વાસ થયો ન હતો. તે આ બાબત પર વિશ્વાસ કરી શકી ન હતી. કારણ કે તે આ શખ્સને પ્રેમ કરતી હતી. તેને વિશ્વાસ થયો ન હતો કે તેની સાથે આવુ થયુ છે. મોડેથી જાણવા મળ્યુ કે આ બાબત સંપૂર્ણપણે શક્ય છે.

આ ટેપ જુદા જુદી અશ્લીલ સાઇટ પર શરૂઆતી કિંમત ૫૦૦૦૦૦ ડોલરમાં વેચાઇ રહી હતી. અભિનેત્રીએ કહ્યુ હતુ કે આ સમગ્ર બાબત ઇમોશનલ બ્લેકમેઇલિંગ તરીકે હતી. તેનુ કહેવુ છે કે હવે તેને જાણવા મળ્યુ છે કે આ પ્રકારના લોકો સાથે દુરી રાખવામાં આવે તે જરૂરી છે. આનાથી વધારે તે કઇ પણ કરી શકવાની સ્થિતીમાં નથી. મિશા બર્ટન શરૂઆતના દિવસોમાં આ સેક્સ ટેપને લઇને ભારે હતાશ દેખાઇ હતી. જો કે તે કઇ પણ કરી શકી ન હતી. અત્રે નોંધનીય છે કે  સેક્સ ટેપ કેટલીક અશ્લીલ સાઇટ પર લીક થયા બાદ મિશાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. મિશા બર્ટન હોલિવુડની લોકપ્રિય સ્ટાર તરીકે છે.

Share This Article