ભારતની નંબર વન હાઇપરલોકલ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ મિર્ચી, બદલાતા ટ્રેન્ડ્સ સાથે સતત આગળ વધી રહી છે. તેના જ એક નવા પ્રયાસ રૂપે આઇડીબીઆઈ બેંકના સહયોગથી મિર્ચી બિઝનેસ ક્લાસ એવોર્ડ્સના ભવ્ય અને પ્રથમ એડિશનનું આયોજન ગુજરાતના મૂનલેન્ડ “રણ ઓફ કચ્છ”માં તારીખ 3, 4 અને 5 જાન્યુઆરીના રોજ થયું હતું. આ કાર્યક્રમમાં કેટલીક ટોચની કંપનીઓ અને બ્રાન્ડ્સ દ્વારા તેમના ક્ષેત્રમાં લાવવામાં આવેલા અનોખા વિઝન, ઇનોવેશન અને સફળતાને બિરદાવીને ઉજવવામાં આવ્યું હતું. બ્રાન્ડ્સ અને તેમના પ્રતિનિધિઓના નોંધપાત્ર યોગદાન અને કાયમી પ્રભાવને સન્માનિત કરવા માટે આ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
મિર્ચીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ ડિરેક્ટર શ્રી નિમિત તિવારીએ જણાવ્યું હતું કે,”જો હું આ વિચારની ગંગોત્રી વિશે વાત કરું, તો મિર્ચી બિઝનેસ ક્લાસ એવોર્ડ્સની પ્રેરણા છેલ્લા બે દાયકામાં મિર્ચીએ બનાવેલા વારસામાંથી મળે છે. મનોરંજનની સતત બદલાતી અને વિકસતી દુનિયામાં મિર્ચી હંમેશા ટોચ પર રહ્યું છે. પછી તે હાઇપરલોકલ સ્તરે શહેરોનું મનોરંજન હોય કે બ્રાન્ડ્સને ક્યુરેટેડ માર્કેટિંગ સોલ્યુશન પૂરા પાડવાનું હોય, મિર્ચીએ શ્રેષ્ઠતાના ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યા છે. આ જ પ્રતિબદ્ધતાએ મિર્ચી બિઝનેસ ક્લાસ એવોર્ડ્સના વિચારને જન્મ આપ્યો છે.”
ગુજરાતના હૃદયમાં ‘ધડકન અને ધંધો’ સાથે ધબકે છે, અને આ વિચાર મિર્ચી બિઝનેસ ક્લાસ એવોર્ડ્સમાં ચરિતાર્થ થાય છે. બેંકિંગ અને ફાઇનાન્સ, ઉદ્યોગો, ટુરિઝમ અને હોસ્પિટાલિટી, સોફ્ટવેર, આરોગ્ય અને સાયબર સુરક્ષા સહિતના અનેક ક્ષેત્રોને આ આવૃત્તિમાં આવરી લેવામાં આવ્યા હતા.
આ એવોર્ડ્સનો હેતુ ફક્ત સન્માન આપવાનો જ નથી, પરંતુ બ્રાન્ડ્સની સિદ્ધિઓની ઉજવણી સાથે નવી બ્રાન્ડ્સને પ્રેરણા આપવાનો અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો છે.
4 જાન્યુઆરીની સાંજે આયોજિત આ ઇવેન્ટમાં બોલીવૂડની એવોર્ડ વિનિંગ અભિનેત્રી દિવ્યા દત્તા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પોતાની કાવ્યાત્મક રચનાઓ દ્વારા તેમણે પ્રેક્ષકોને મનોરંજિત કર્યા હતા. આ એવોર્ડસના ભાગરૂપે ઝીરો પોઈન્ટ પર સનસેટ અને સનરાઈઝ નિહાળવાનું આયોજન, ગાલા ડિનર જેવા વિશેષ કાર્યક્રમો પણ યોજાયા હતા.
મિર્ચી, બિઝનેસ ક્લાસ એવોર્ડ્સના બીજા નવા અને વધુ ભવ્ય એડિશન સાથે જલ્દી જ પરત આવશે તેવા ઉત્સાહ અને વચન સાથે આ આવૃત્તિને વિરામ આપવામાં આવ્યો હતો.