ભારતની પહેલા નંબરની સિટી-સેન્ટ્રીક મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ કંપની, મિર્ચીએ અમદાવાદમાં બે આરજે સાથેનો, તદ્દન નવો મોર્નિંગ શો ‘અસલ અમદાવાદ’ લૉન્ચ કર્યો છે. શો થકી એનર્જેટીક એન્ટરટેનર આરજે કૃતાર્થ જાની અને આરજે નેત્રી ત્રિવેદી મિર્ચી પરિવારનો હિસ્સો બનશે. તેઓ ‘અસલ અમદાવાદી હીરોઝ’ ને ઓળખવા અને ટ્રેન્ડીંગ ટોપિક્સ, રસપ્રદ વાતો અને નવી ઘટનાઓથી અમદાવાદના શ્રોતાઓને એન્ટરટેઇન કરવા તૈયાર છે. બંને આરજેને સાંભળો મિર્ચી 98.3 પર, સોમવાર થી શનિવાર રોજ સવારે 7 થી 12.
આરજે કૃતાર્થ અને આરજે નેત્રી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે ખાસ જોડાણ ધરાવે છે. કૃતાર્થે અનેક ગુજરાતી ધારાવાહિકો અને ઓક્સિજન જેવી મૂવીઝ માટે ઍસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે, જ્યારે નેત્રીએ ફેરા ફેરી હેરા ફેરી, ધુંઆધાર અને 21મું ટિફિન જેવી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેમના સફળ કાર્યકાળ સાથે, તેઓ રેડિયોના પાવરફૂલ માધ્યમથી સંગીત, મનોરંજન, સમાચાર, વાર્તાલાપ દ્વારા અમદાવાદીઓ સાથે જોડાવા માટે તૈયાર છે.
પાંચ કલાકનો આ શો એક સાચા અમદાવાદી હોવાની ભાવનાની ઉજવણી કરે છે. અઠવાડિયાના દરેક દિવસે ઓન-એર થઈને આરજે કૃતાર્થ અને આરજે નેત્રી શહેર માટે પ્રેરણારૂપ એવા શહેરના ‘અસલ સુપરહીરોઝ’ને શ્રોતાઓ સમક્ષ લાવશે. એટલું જ નહીં, બંને આરજે દરરોજ સવારે 8 થી 9 વાગ્યા સુધી હેપ્પી અવર નામનું એક નવીન સેગમેન્ટ રજૂ કરશે, જ્યાં તેઓ શ્રોતાઓ માટે માત્ર આશાવાદી સમાચાર અને અપડેટ્સ રજૂ કરશે. વધુમાં, તેમના શો માટે, આરજે કૃતાર્થ અને આરજે નેત્રી શહેરમાં ફરશે અને લોકપ્રિય સ્થળોની મુલાકાત લેશે, તેમજ શ્રોતાઓ તેમના મિત્રો અને પરિવાર સાથે મુલાકાત લઇ શકે એવા અમદાવાદના કેટલાક હિડન લોકેશન્સ પણ શોધી કાઢશે.
શ્રોતાઓ આરજેને ટ્રેન્ડીંગ ટોપિક્સ અને શહેરમાં ચાલતી નવી ઘટનાઓ પર મનોરંજક ચર્ચા કરતા પણ માણશે. બીજા રસપ્રદ સેગમેન્ટ જેમ કે નકલી સમાચારના યુગમાં ચકાસાયેલ સ્થાનિક સમાચાર માટે – ‘અસલ અમદાવાદી ખબર’, સકારાત્મક વિચાર સાથે સવારની શરૂઆત માટે ‘વેક-અપ વિચાર’, દિવસભર યાદ રાખવા એક ટીપ માટે ‘રિમાઇન્ડર’, આરજે ના અટપટા સવાલનો શ્રોતાઓ ઇનોવેટીવ જવાબ આપી શકે તેના માટે ‘સિલી સવાલ’ નો સમાવેશ કરવામાં આવેલ છે.
શોના લોન્ચિંગની વાત કરતાં, નિમિત તિવારી, ENIL, મિર્ચીના બિઝનેસ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, “અમે અમારો પ્રથમ ડ્યુઅલ-જૉક શો – અસલ અમદાવાદ લોન્ચ કરવા માટે રોમાંચિત છીએ. આ શો દ્વારા, મિર્ચીનો ઉદ્દેશ અમદાવાદીઓ સાથેના તેમના બોન્ડને મજબૂત કરવાનો અને તેમની ઉજવણી, દિનચર્યા અને તકલીફોમાં પણ સાથ આપવાનો છે. વધુમાં, અમને આ ધ્યેય હાંસલ કરવામાં પ્રતિભાશાળી આરજે કૃતાર્થ અને આરજે નેત્રીનો સાથ હોવાનો પણ આનંદ છે. મિર્ચીમાં, અમે હંમેશા યુવા પ્રતિભાની શોધમાં હોઈએ છીએ અને તેમને મિર્ચીના પ્રખ્યાત કન્ટેન્ટ-ક્રિએટર્સના પરિવારનો ભાગ બનવાની તક પૂરી પાડીએ છીએ. અમને ખાતરી છે કે અમારા શ્રોતાઓ તરત જ આરજે કૃતાર્થ અને આરજે નેત્રી સાથે જોડાણ અનુભવશે અને તેમના શોમાં ટ્યુન કરીને તેમની સવારની શરૂઆત આનંદ સાથે માણશે.
નેત્રી: હું આ અમેઝિંગ વેન્ચરને લઈને ખૂબ જ એક્સાઈટેડ અને થોડી નર્વસ છું. મને ખાતરી છે કે આ એક એક્સાઈટિંગ અને કૈક નવું શીખવા માટેનો ફન એક્સપિરિયન્સ રહેશે!
કૃતાર્થ: આ એકદમ નવા અને અનોખા મોર્નિંગ શો ફોર્મેટ માટે હવે હું ખરેખર રાહ જોઈ રહ્યો છું. શોને અમદાવાદની શેરીઓમાં લઈ જવા માટે એકસાઇટેડ છું અને અસલ અમદાવાદીઓ સાથે જોડાવા અને તેમની સવારમાં નવી સનશાઈન લાવવા માટે રોમાંચિત પણ છું!
અસલ આમદાવાદ શો લાઇવ સાંભળો માત્ર મિર્ચી 98.3 એફએમ પર, દર સોમવારથી શનિવાર સવારે 7થી 12 વાગ્યા સુધી. વધુ અપડેટ્સ માટે @mirchigujarati, @rjkrutarth અને @netritrivediofficial ને Instagram પર ફોલો કરો.