અમિત ખૂંટ આપઘાત કેસ: “તુ પાંચ ફૂટની છો અને મોડલ બનવું છે? કહીને થૂંક્યું,” દુષ્કર્મની પીડિતાએ ડીસીપી બાંગરવા પર ગંભીર આક્ષેપ કર્યા

Rudra
By Rudra 2 Min Read

રાજકોટ : બહુચર્ચિત રાજકોટના ગોંડલમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાએ કોર્ટમાં ફરિયાદ કરી છે જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત ૨૮ લોકોના નામ સાથે ફરિયાદ કરતા FIR નોંધાઈ છે. આ ફરિયાદમાં પોલીસ દબાણ કરતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સગીરાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પોલીસ ખોટી રીતે ૬ લોકોના નામ આપવા દબાણ કરી રહી છે. આ સમગ્ર મામલે હવે જીસ્ઝ્રને તપાસ સોંપવામાં આવે તેવી સગીરાએ માગ કરી છે. કોર્ટે પહેલી જુલાઈ સુધીના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા પોલીસને આદેશ આપ્યો છે.

ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. દુષ્કર્મની ફરિયાદ કરનારી સગીરાએ ગોંડલ કોર્ટમાં ૨૮ લોકો સામે ફરીયાદ કરી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત ૨૮ લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં ૬ જેટલા પીઆઈના પણ નામ હોવાનું જાણવા મળ્યું છે. સગીરાએ સમગ્ર મામલે જીસ્ઝ્રને તપાસ સોંપવા માગ કરી છે. કોર્ટે આગામી એક જુલાઈ સુધીના સીસીટીવી ફૂટેજ રજૂ કરવા આદેશ કર્યો છે.

દુષ્કર્મની સગીરાએ ફરિયાદમાં ડીસીપી ઝોન ૨ જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપ કર્યો હતો. સગીરાએ તેમની સામે આક્ષેપ કરતાં ફરિયાદમાં કહ્યું હતું કે, ડીસીપી જગદીશ બાંગરવાએ તેને તુ પાંચ ફૂટની છો અને મોડલ બનવું છે? કહીને થૂંક્યું હતું. આ પ્રકારના ઉલ્લેખ સગીરા દ્વારા ફરિયાદમાં કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ૩ મેના રોજ રાજકોટમાં મોડેલિંગ ક્ષેત્રે કામ કરતી સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ ૫ મેના રોજ અમિત ખૂંટે રીબડામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

Share This Article