રેલ મંત્રાલયે ફેબ્રુઆરી, ૨૦૧૮માં સહાયક લોકો પાયલટ (એએલપી) અને ટેકનીશ્યનોની ભરતી માટે ૨૬૫૦૨ જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી. સીઆએન ૦૧/૨૦૧૮ના આધાર પર એએલપી અને ટોકનીશ્યન પરીક્ષા માટે ૪૭ લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. એએલપી અને ટેકનીશ્યન જગ્યાની ૨૬૫૦૨ સૂચિત ખાલી જગ્યાઓને વધારી લગભગ ૬૦,૦૦૦ જગ્યાઓ માટે જવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે સૂચિત ૨૬૫૦૨ જગ્યાઓ વિભિન્ન રેલવે ઝોન અને રાજ્યોમાં ફેલાયેલી છે તથા ભારતભરથી આ દેશવ્યાપી જગ્યાઓ માટે ઉમેદવારોએ અરજી કરી છે. લગભગ ૪૦ લાખ ઉમેદવારો (૮૩ ટકા)ને ૫૦૦ કેલોમીટરના વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. મહિલા અને દિવ્યાંગ ઉમેદવારોને તેમના પોતાના કે નજીકના શહેરોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. જો કે, કેટલાંક રાજ્યોમાં અનુકૂળ મહત્વપૂર્ણ સુરક્ષા વિશેષતાઓથી સજ્જ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધ ક્ષમતાની તુલનામાં વધુ માત્રામાં ઉમેદવારોએ અરજી કરી છે.
બિહારમાંથી લગભગ ૯ લાખ, ઉત્તર પ્રદેશથી લગભગ ૯.૫ લાખ અને રાજસ્થાનથી લગભગ ૪.૫ લાખ ઉમેદવારોએ અરજી કરી છે. આ પ્રમાણે કેટલાંક ઉમેદવારો માટે પરીક્ષા આપવા રાજ્યોમાં જવું અનિવાર્ય થઇ ગયું છે.
સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારોએ શરૂઆતમાં કરી હતી તેમને તેમના પોતાના કે નજીકના શહેરોમાં પરીક્ષા કેન્દ્ર ઉપલબ્ધ કરાવવામાં આવે . જે લોકોએ મોડા કે અંતિમ તારીખની આસપાસ અરજી કરી છે તેઓને દૂરના શહેરોમાં કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.