રેલવે મંત્રાલયે પોતાના ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરાવા માટે રેલવેના ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ www.irctc.co.in ને હવે પોતાના નવા યૂઝર ઇન્ટરફેસનું બીટા વર્ઝન લોંચ કર્યું છે. નવી લિંકમાં ઉપયોગકર્તાઓને અનુકૂળ વધુ વિશેષતાઓ છે.
આત્યાધુનિક ઈ-ટિકિટ (એનજીઈટી) પ્રણાલી સર્જન કરી રેલવેની નવી ઓનલાઇ ટિકિટ બુકિંગ પ્રણાલીએ યાત્રાની યોજના તથા ચિકિટોની ખરીદીને ઓટોમેટિક સ્વરૂપ આપી રેલ ટિકિટોની બુકિંગની પદ્ધતિને સરળ અને વધુ ઝડપી કરી દીધી છે.
વર્તમાન સમયમાં ભારતીય રેલવેમાં કુલ આરક્ષિત ટિકિટોના લગભગ બે-તૃતિયાંશનું જ ઓનલાઇન બુકિંગ થાય છે.
નવા યૂઝર ઇંટરફેસની મુખ્ય વિશેષતાઓઃ
- ઈ-ટિકિટિંગ વેબસાઇટના નવા ઇંટરફેસની લોંચિંગની સાથે જ યૂઝર હવે લોગ-ઇન કર્યા વગર પણ રેલગાડીઓ વિશે જાણકારીઓ મેળવી કે સર્ચ કરી શકે છે અને સીટોની ઉપલબ્ધતા વિશે પણ જાણકારી મેળવી શકે છે. આ સુવિધાથી ઉપયોગકર્તાઓનો બહુમૂલ્ય સમય બચશે. યૂઝર હવે વેબસાઇટ પર ફોંટ સાઇઝને બદલી શકે છે, જેથી વેબસાઇટ પર જોવામાં સરળતા રહે.
- નવા રંગ-રૂપ વાળા ઇંટરફેસ પર શ્રેષ્ઠ શ્રેણી પ્રમાણે, રેલગાડી પ્રમાણે, ગંતવ્ય સ્થાન પ્રમાણે, પ્રસ્થા કે આગમનનો સમય પ્રમાણે અને કોટા પ્રમાણે ફિલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પોતાની યાત્રા વિશે યોજના બનાવી રહેલા યાત્રિયોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થઇ શકે. ટ્રેન ક્રમાંક, ટ્રેનનું નામ, પ્રસ્થાન તથા ગંતવ્ય સ્ટેશન અને તેમના વચ્ચેનું અંતર, આગમન તથા પ્રસ્થાન સમય અને યાત્રા સમય સહિત ટ્રેન સંબંધી સારી સૂચનાઓ એક જ સ્ક્રિન પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ ઉપરાંત, કેટલીક નવી વિશેષતાઓ જેવી કે માય ટ્રાંજેક્શન પર નવા ફિલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં યૂઝર હવે યાત્રાની તારીખ પર આધારિત બુક કરેલી ટિકિટો, બુકિંગ તારીખ, આગામી યાત્રા અને પૂરી થયેલી યાત્રા વિશે પણ જાણકારી મેળવી શકે છે.
- ગ્રાહકોના બુકિંગ અનુભવને શ્રેષ્ઠ બનાવવા માટે કેટલીક રોચક વિશેષતાઓ જેમ કે, પ્રતીક્ષા યાદી સંબંધી પૂર્વ સૂચના શરૂ કરવામાં આવી છે. આ ખૂબીનો ઉપયોગ કરી યૂઝર હવે આ તપાસ કરી શકે છે કે વેઇટિંગ લિસ્ટ અથવા આરએસી ટિકટના કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે. આ ટેકનોલોજી કોઇ વિશેષ ટ્રેનના ઐતિહાસિક બુકિંગ પ્રવાહો પર આધારિત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
- નવા રૂપમાં જે સુવિધાઓ મળી રહી છે તે અંતર્ગત તેઓ કેટલીક રેલગાડીને છોડી અન્ય તમામ ટ્રેનો માટે પૂરી અગ્રિમ આરક્ષણ અવધિ એટલે કે ૧૨૦ દિવસો સુધી બર્થ ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવી શકે છે. નવી પ્રણાલીમાં યૂઝર શ્રેષ્ઠ ઇંટરફેશની સાથે ટિકિટોને રદ કરવા, ટિકિટોની છપામણી, વધારાના એસએમએસ માટે અનુરોધ, વિકલ્પનો ઉપયોગ કરી વૈકલ્પિક ટ્રેનની પસંદગી કરવી અને જરૂરિયાત પડવા પર ટ્રેનની સ્થાનમાં પરિવર્તન કરવા જેવી ઘણી ગતિવિધિયો પૂરી કરી શકે છે.