મંત્રીશ્રી ઋષિકેશ પટેલે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ના મિનિસ્ટર ઓફ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન , ઋષિકેશ પટેલે શનિવારે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું, જે અમદાવાદના સૌથી મોટા અને સૌથી વ્યાપક શિક્ષણ પ્રદર્શનનો શુભારંભ હતો. ઓપ્ટીમલ મીડિયા સોલ્યુશન્સ, ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત અને GLS યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત, આ એક્સ્પો ગુજરાત શિક્ષણ વિભાગના જ્ઞાન કન્સોર્ટિયમ અને JG યુનિવર્સિટી દ્વારા સંચાલિત છે, જે પારુલ યુનિવર્સિટી અને ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટીના સહયોગથી છે. 24 અને 25 મેના રોજ યોજાનાર આ કાર્યક્રમ 25 થી વધુ અગ્રણી સંસ્થાઓને એક છત નીચે લાવે છે, જે શૈક્ષણિક સંશોધન અને માર્ગદર્શન માટે ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

અગ્રણી શિક્ષણવિદો અને નીતિ ઘડવૈયાઓની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહમાં બોલતા, મંત્રી ઋષિકેશ પટેલે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને પરિવર્તનશીલ શિક્ષણ તકો સાથે જોડવામાં એક્સ્પોની ભૂમિકા પર ભાર મૂક્યો. “ધ એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025 એક આવકારદાયક પહેલ છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સુલભ, સમાવિષ્ટ અને વૈશ્વિક સ્તરે સુસંગત બનાવવા માટેની પ્રશંસનીય પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. હું આયોજકો અને ભાગ લેતી સંસ્થાઓને આપણા યુવાનોના ભવિષ્યને આકાર આપવાના તેમના વિઝન માટે અભિનંદન આપું છું,” તેમણે કહ્યું.

આ ઇવેન્ટમાં આ પ્રદેશની કેટલીક અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ ભાગ લઈ રહી છે ,જેમાં અનંત નેશનલ યુનિવર્સિટી, ઇન્દ્રશીલ યુનિવર્સિટી, સિલ્વર ઓક યુનિવર્સિટી, મોનાર્ક યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી, ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો, સુમનદીપ વિદ્યાપીઠ, કર્ણાવતી યુનિવર્સિટી, એલજે યુનિવર્સિટી, સાબરમતી યુનિવર્સિટી, અમદાવાદ બિઝનેસ સ્કૂલ અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ નો સમાવેશ થાય છે.
ઇન્દ્રશીલ યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, ગાંધીનગર યુનિવર્સિટી, ISAS, સ્ટડી સ્ક્વેર, સ્વામિનારાયણ યુનિવર્સિટી, સ્કીપ્સ યુનિવર્સિટી, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી, ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન (INSD અમદાવાદ), ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ ભાગ લઈ રહ્યા છે.

એક્સ્પોના મુલાકાતીઓ એકેડેમિક પ્રોગ્રામ્સ, કટિંગ-એજ રિસર્ચ ઇનિશિયેટિવ્સ અને કરિયર-ઓરિએન્ટેડ ઑફરિંગ્સની વિશાળ શ્રેણીનું અન્વેષણ કરી શકે છે.આ કાર્યક્રમ સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને પ્રોફેશનલ્સને 2025 શૈક્ષણિક વર્ષ માટે ઇમર્જિંગ કોર્સિસ, ઇવોલ્વિંગ કરિયર ટ્રેન્ડ્સ અને સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટીઝ વિશે મૂલ્યવાન સમજ પ્રદાન કરે છે.ઉપસ્થિતોને પર્સનલાઇઝ્ડ કરિયર કાઉન્સેલિંગ મેળવવાની, એડમિશન રિપ્રેઝન્ટેટિવ્સ સાથે સીધી રીતે વાતચીત કરવાની અને ભારત અને વિદેશમાં અભ્યાસ માટેના માર્ગો શોધવાની તક પણ મળે છે. એજ્યુકેશનલ એક્સેલન્સને એક્સપર્ટ ગાઇડન્સ સાથે કમ્બાઇન કરીને, એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સપો 2025 સ્ટુડન્ટ્સ માટે ઇન્ફોર્મ્ડ ડિસિઝન્સ લેવા અને સક્સેસફુલ એકેડેમિક ફ્યુચર તરફ કોન્ફિડન્ટ સ્ટેપ્સ લેવા માટેની યુનિક ઓપોર્ચ્યુનિટી ઓફર કરે છે.

Share This Article