મિથુનના દિકરાના લગ્ન કેન્સલ થયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભોજપૂરી એક્ટ્રેસના આરોપ પ્રમાણે મિથુનના દિકરાના લગ્ન અટકી ગયા છે. મિથુનની પત્ની યોગીતાનું નામ પણ આ આરોપમાં સામે આવ્યુ છે. ૭ જુલાઇના રોજ લગ્ન હોવાથી યોગીતા અને મહાક્ષયે અરજી કરી હતી. બાદમાં કોર્ટે તેમની અરજીને ફગાવી દીધી હતી. હવે મહાક્ષયના લગ્ન કેન્સલ કરવા પજ્યા છે. પોલીસ ગમે ત્યારે મહાક્ષય અને યોગીતા બાલીની અટકાયત કરી શકે છે.

૨૦૧૫માં ભોજપૂરી એક્ટ્રેસ સાથે સંબંધ બનાવીને લગ્ન માટે કહીને દગો આપનાર મહાક્ષય સામે તે એક્ટ્રેસે આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે મિથુનના દિકરાના લગ્ન ૭ જુલાઇના રોજ હોવાથી કોર્ટમાં અરજી કરી હતી કે લગ્ન થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવે જેને કોર્ટે ફગાવી દીધી હતી.

પરિસ્થિતિને જોતા મિથુનના દિકરાના લગ્ન કેન્સલ થઇ ગયા છે. મિડીયા રિપોર્ટ મુજબ પિડીતા જ્યારે ગર્ભવતી થઇ ગઇ હતી ત્યારે મિથુનના દિકરાએ તેને દવા લઇને ગર્ભપાત કરવા માટે મજબૂર કરી હતી.

TAGGED:
Share This Article