ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વિચારધારા મુડવાદને લઇને બિલકુલ સ્પષ્ટ છે. આંકડા પરથી આ વાત કહી શકાય છે. ભાજપે બાવન અને કોંગ્રેસે ૪૨ ટકા કરોડપતિને ટિકિટ આપી દીધી છે. આવી સ્થિતીમાં રાજકીય પક્ષો પાસેથી સારા દેખાવ અને પારદર્શકતાની આશા કઇ રીતે કરી શકીએ છીએ. હવે આધુનિક સમયમાં ચૂંટણી એ વ્યક્તિ લડી શકે છે જેની પાસે પુરતા પ્રમાણમાં પૈસા છે. ગ્લેમર છે. સાથે સાથે અપરાધિક રેકોર્ડ પણ છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં આવી જ સ્થિતી જોવા મળી રહી છે. પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરો અને નેતાઓ સંઘર્ષ કરવા માટે કોઇ પણ સ્થિતમાં તૈયાર રહે છે.
હાલની સ્થિતીમાં ફિલ્મી કલાકારો અને અપરાધીઓની સ્થિતી વધારે સારી છે. બે કલાકમાં પાર્ટીમાં સામેલ થઇ રહેલા લોકોને ટિકિટ આપવામાં આવી રહી છે. કેટલાક લોકોનો સવાલ એ છે કે અમે મતદાન કેમ કરીએ. અપરાધી અને ધનપશુ ચૂંટી કાઢવા માટે મતદાન કેમ કરવામાં આવે. ચૂંટણી પંચ આ મામલે સક્રિય કેમ દેખાતુ નથી. અમારા દેશમાં કોઇ પણ કેસનો નિકાલ આવવામાં તો વર્ષો લાગી જાય છે. આવી સ્થિતીમાં તો અપરાધીઓની સમગ્ર પેઢી સંસદમાં પહોંચી જાય છે.
અમે કેવા પ્રકારની લોકશાહીનુ નિર્માણ કરી રહ્યા છીએ. જ્યાં કોઇ નિતી કે રિતી દેખાતી નથી. ગ્લેમરથી સત્તા મળી શકે છે પરંતુ પારદર્શી લોકશાહી માટેની આશા કરી શકાય નહીં. પોતાને આદર્શવાદી પાર્ટી ગણાવતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ મામલે બિલકુલ એક સાથે નજરે પડે છે. રાજનીતિના અપરાધિકરણને રોકવા માટે જુદા જુદા પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે.