મિલિંદ સોમણ એ બોલિવુડમાં જાણીતુ નામ છે, અને 22 એપ્રિલના રોજ તેણે તેની 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ અલિબાગમાં પરિવારજનો અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. મિલિંદના લગ્ન મહારાષ્ટ્રીયન અને અસામિયા વિધી અનુસાર કરવામાં આવ્યા હતા. મિલિંદ 52 વર્ષના છે જ્યારે અંકિતા 27 વર્ષની છે. બંને વચ્ચે 25 વર્ષનું અંતર છે.
મિલિંદ અને અંકિતા છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. મિલિંદના આ બીજા લગ્ન છે 2006માં તેણે ફ્રેન્ચ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા હતા અને 2009માં છુટાછેડા લીધા હતા. ત્યારબાદ મિલિંદ અંકિતાના સંપર્કમાં આવ્યો હતો અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મિલિંદના અંકિતા સાથે અફેરને લઇને રોજ નવી અફવા આવતી હતી. મિલિંદ અને અંકિતાએ લગ્ન કરી લીધા છે તેવી અફવાએ પણ જોર પકડ્યુ હતુ પરંતુ મિલિંદ અને અંકિતાએ વાતને નકારી હતી.
જ્યારે બંનેનું અફેર સામે આવ્યુ ત્યારે બી-ટાઉનમાં આ વાતને લઇને ખુબ ચર્ચા થઇ હતી, દરેક ન્યૂઝમાં મિલિંદ તેનાથી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડને લીધે ચર્ચામાં રહ્યો હતો. બાદમાં તે સાથે જ દેખાતા હતા. મેરેથોન હોય કે પિંકાથોન મિલિંદ અને અંકિતા સાથે જ જોવા મળતા હતા. મોર્નિંગ રનિંગથી લઇને પાર્ટીઝ કે કોઇ જાહેર સ્થળે મિલિંદ તેની ગર્લફ્રેન્ડની સાથે જ કેપ્ચર થઇ જતો હતો. હવે ફાઇનલી તેણે અંકિતા સાથે લગ્ન કરી લીધા છે. વેલ, કોન્ગ્રેચ્યુલેશન્સ મિલિંદ એન્ડ અંકિતા..!!