મિઝોરમમાં પણ બુધવારના દિવસે મતદાન : તૈયારી પૂર્ણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  મધ્યપ્રદેશની સાથે સાથે મિઝોરમમાં પણ આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. અહીં પણ તમામ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. મિઝોરમની વાત કરવામાં આવે તો અહીં ૭૭૦૩૯૫ મતદાર નોંધાયા છે. આ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા સજ્જ છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી આશિષ કુંદરાના કહેવા મુજબ વ્યવસ્થાને લઇને તેઓ સંપૂર્ણપણે સંતુષ્ટ છે. કોંગ્રેસ પાર્ટી હાલ સત્તામાં છે. ૨૦૦૮ બાદથી મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે. સતત ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવા ઇચ્છુક છે.

૨૦૧૩ની છેલ્લી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ ૩૪ સીટો જીતી હતી જ્યારે મિઝો નેશનલ ફ્રન્ટે પાંચ અને મિઝોરમ પિપલ્સ કોન્ફરન્સે એક સીટ જીતી હતી. કોંગ્રેસ અને એમએનએફે ૪૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે ૩૯ સીટો ઉપર ઉમેદવારો ઉતાર્યા છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં બુધવારના દિવસે મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. મિઝોરમમાં પણ આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટે ભાજપે જારદાર પ્રચાર કરીને Âસ્થતી પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા છે. ચૂંટણી સેમીફાઇનલ સમાન બનેલી છે.

Share This Article