શિમલાઃ ભારતીય હવાઈદળને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે, હિમાચલ પ્રદેશના એક ગામમાં મિગ-૨૧ ફાઇટર જેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા બાદ વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. જો કે, બનાવમાં તપાસ કરવામાં આવતા મોડેથી પાયલોટનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ કરી દેવામાં આવ્યો છે. જેટ પંજાબના પઠાણકોટથી રુટિન ઉડાણ પર હતું. હિમાચલના કાંગરા જિલ્લામાં આશરે ૧.૩૦ વાગે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. દુર્ઘટનાના કારણો હજુ જાણી શકાયા નથી.
ઘટના અંગે માહિતી મળતાની સાથે જ કાંગરા જિલ્લા વહીવટીતંત્રએ તપાસ હાથ ધરી હતી. પાયલોટનો મૃતદેહ મળી આવ્યા બાદ તપાસ ચાલી રહી છે. એરફોર્સ દ્વારા પણ તપાસનો હુકમ કરાયો છે.