મિડાસ ટચ કોસ્મેટિક એન્ડ સ્કિન કેર સેન્ટર મેદસ્વીપણાનો સામનો કરી રહેલા લોકોના સંઘર્ષને અને અને તેમની શારીરિક અને સંવેદનાત્મક સુખાકારી પર તેની શું અસર પડી શકે છે તે સમજે છે. તેનો નવો ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી ડિપાર્ટમેન્ટ દર્દીઓને તેમના આરોગ્ય પર નિયંત્રણ મેળવવામાં મદદરૂપ થાય તે માટે અસરકારક અને લાંબા સમય સુધી ટકી રહે તેવા ઉપાયો પૂરા પાડવા માટે સમર્પિત છે.
મિડાસ ટચ ઓબેસિટી એન્ડ મેટાબોલિક ડિપાર્ટમેન્ટને પ્રિ-સર્જરી અને પોસ્ટ-સર્જરી સાથેનું એક વ્યાપક વન સ્ટોપ સોલ્યુશન પૂરું પાડશે.
મિડાસટચમાં આઈસીયુ સુવિધાઓ સહિત ઈનહાઉસ સ્ટેટ ઓફ આર્ટ ઓપરેશન થિયેટર છે. ડર્મેટોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ, ગાયનેકોલોજિ અને ન્યુટ્રિશનિસ્ટ ડિપાર્ટમેન્ટ સહિતની સર્વગ્રાહી સુવિધા.
અદ્યતન સારવાર માટે તેઓએ અમદાવાદની સૌપ્રથમ અને દેશની ૧૫મી ‘કાર્લ સ્ટોર્ઝ ઇમેજ 1s રૂબીના 4k 3d લેપ્રોસ્કોપી સિસ્ટમ’ ઇન્સ્ટોલ કરી છે.
મેડિક્લેમ સુવિધાઓમાં પણ આ સારવારોને આવરી લેવામાં આવી છે.
અનુભવી અને ૨,૫૦૦+ સફળ સર્જરીનો સાબિત ટ્રેક રેકોર્ડ ધરાવતા, જાણીતા બેરિયાટ્રિક નિષ્ણાત ડો.દિગ્વિજય સિંહ બેદી, ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી ડિપાર્ટમેન્ટનું સુકાન સંભાળશે.
નવા ડિપાર્ટેમેન્ટના શુભારંભ પ્રસંગે ડો.બેદીએ જણાવ્યું હતું કે, “મિડાસ ટચમાં, અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિની યાત્રા અજોડ છે અને અમે દરેક દર્દીને સૌથી વધુ કાળજી પૂરી પાડવા અને શ્રેષ્ઠતમ પરિણામો પ્રાપ્ત કરવા માટે સમર્પિત છીએ. અમારું લક્ષ્ય નવીન સર્જિકલ અને નોન-સર્જિકલ સોલ્યુશન્સ દ્વારા મેદસ્વીપણાને દૂર કરીને જીવનમાં પરિવર્તન લાવવાનું છે. ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી ડિપાર્ટમેન્ટ વિસ્તૃત, સહાનુભૂતિપૂર્ણ અને કસ્ટમાઇઝ્ડ સંભાળ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.”
ઓબેસિટી એન્ડ મેટાબોલિક સર્જરી ડિપાર્ટમેન્ટ સર્જિકલ તેમજ નોન-સર્જિકલ પ્રક્રિયાઓ પ્રદાન કરશે, જેમાં મિની ગેસ્ટ્રિક બાયપાસ સર્જરીનો સમાવેશ થાય છે, જે એક એવી પ્રક્રિયા છે જેમાં પેટના પાઉચનું નાનું સર્જન કરવું અને નાના આંતરડાને ફરીથી ગોઠવવું, આહારની માત્રામાં ઘટાડો કરવો અને પોષકતત્વોના શોષણને મર્યાદિત કરવું; ગેસ્ટ્રિક સ્લીવ સર્જરી, જેમાં સ્લીવ આકારનું નાનું પેટ છોડીને, પેટનો મોટો ભાગ દૂર કરવામાં આવે છે, જેના કારણે ભૂખ ઓછી થાય છે અને તૂપ્ત થયાનો સંતોષ થાય છે; અને મેટાબોલિક સર્જરી, એક એવી પ્રક્રિયા છે જે મેદસ્વીપણામાં યોગદાન પૂરું પાડતા મેટાબોલિક પરિબળોને સતત વજન ઉતારવા અને આરોગ્યને સુધારવા તરફનો પરિવર્તનીય માર્ગ પૂરો પાડે છે.
નોન-સર્જિકલ પ્રક્રિયાઓમાં, ડિપાર્ટમેન્ટ ગેસ્ટ્રિક ઓરલ પિલ, ગળી શકાય તેવા ગેસ્ટ્રિક બલૂન અને મેદસ્વીપણાની સારવાર માટે ઉપયોગમાં લેવાતું નોન-સર્જિકલ અને નોન-ફાર્માસ્યુટિકલ ટૂલ વડે દર્દીઓને મદદરૂપ થશે.
ડો. બેદીએ, તેમના સંબોધનમાં, ઉપર જણાવેલ બેરિયાટ્રિક પ્રક્રિયાઓની જાણકારી આપી હતી. તેમણે માત્ર મેદસ્વીપણું જ નહીં, પણ ડાયાબિટીસ, થાઇરોઇડની વિકૃતિઓ, સ્લીપ એપનિયા, વંધ્યત્વ અને ગર્ભાવસ્થામાં વિલંબ જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવાની ડિપાર્ટમેન્ટની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.