ટેકનોલોજીનો ઉપયોગ અતિ ઝડપથી અમારી દરરોજની લાઇફમાં સતત વધવાના કારણે લાઇફ સરળ બની રહી છે. સામાન્ય રીતે લોકો વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગી ગયા છે. હવે વધુ એક નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં સફળતા મળી છે. જેના પરિણામસ્વરૂપે પોપકોર્ન બનાવવા માટે માતાને નહીં બલ્કે માઇક્રોવેવ ઓવનને બોલાવવાની જરૂર રહેશે. ઉચ્ચ ક્ષમતાથી સજ્જ રોબોટ્સ, કુશળ એલ્ગોરિદમથી બનેલી આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ હવે અમારી સામાન્ય લાઇફને ખુબ ખાસ બનાવી રહી છે. આ જ ક્રમમાં આગળ વધીને અમોજાનની બોલતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિક હવે ટુંક સમયમાં જ ઉપયોગી કામ કરનાર છે. એલેક્સા નામની ટેકનોલોજી અને સાધન હવે વધારે રીતે ઉપયોગમાં આવી શકે છે. સ્થાનિક સાધનમાં તે સાધન પણ નજરે પડશે.
કંપનીએ સ્થાનિક સાધનના બજારમાં વધારે હિસ્સેદારીની ખાતરી કરવા માટે આ પગલા લીધા છે. ઇન્ટરનેટ સાથે જોડાયેલા આ સ્થાનિક સાધન વોઇસ કમાન્ડથી સંચાલિત છે. જેમ કે એમેઝોનના એલેક્સા માઇક્રોવે વ વોઇસ કમાન્ડથી ચીજા બનાવી આપે છે. જેમ કે પોપકોર્ન પણ તે બનાવી આપે છે. પરંતુ સાંભળવામાં તે જેટલી રોમાંચક બાબત છે તેટલી વૈજ્ઞાનિકો માને છે કે તે સરળ રહેશે નહીં. વિરોધી લોકો હજ પણ તેના પર આંગળી ઉઠાવી રહ્યા છે. એલેક્સા આધારિત આ પેદાશોને જાસુસી સાથે પણ જોડીને જોવામાં આવે છે. હકીકતમાં કંપની સ્પર્ધામક કંપની ગુગલ અને એપલને પછડાટ આપવા માટે ઇચ્છુક છે. જો કે કંપનીના નવી પેદાશોમાં માઇક્રોફોન નથી. જેથી વોઇસ કમાન્ડ માટે એમેજાનના ઇકો સ્પીકરને કામમાં લેવાની જરૂર રહેશે.
એમેઝોનના ઇકો ઓટો અલેક્સાની એઆઇ ટેકનિકનો કારમાં ઉપયોગ માટેનો રસ્તો સાફ થઇ ગયો છે. બીજી બાજુ એઆઇ ટેકનિકથી સજ્જ આ સાધનની વચ્ચે ગુપ્તતા અને ડેટા સુરક્ષિત રાખવાની બાબત પણ એક પડકાર છે. કંપની માત્ર એેલેક્સા નિર્મિત સાધનોને વેચવા માટે તૈયાર નથી બલ્કે તે આ ટેકનોલોજી ને અન્ય કંપનીઓના સાધનોની સાથે પણ જોડવા માટે ઇચ્છુક છે. પોપ કોર્ન બનાવવા માટે માઇક્રોવેવ વધારે અસરકારક સાબિત થનાર છે. આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં લોકોની પાસે સમય ઓછો રહ્યો છે. આવી સ્થિતીમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થઇ રહ્યો છે.
આ દિશામાં કંપનીઓ પણ લોકોની વ્યસ્ત લાઇફને લઇને તેમની જરૂરિયાત મુજબની ચીજો બજારમાં લાવી રહી છે. ખાસ કરીને ખાવા પીવાની ચીજા તૈયાર બનાવી દેવા માટેની સ્પર્ધા કંપનીઓ વચ્ચે હાલમાં ચાલી રહી છે. જેથી મોટા ભાગની કંપની જારદાર રીતે તૈયારી કરી રહી છે. મોટા મોટા નિષ્ણાંતોને ઉંચા પગાર પર રોકી રહી છે. આવુ કરવાથી કંપનીઓ નવી નવી ટેકનોલોજી વિકસિત કરી રહી છે. આ સ્પર્ધાનો લાભ સામાન્ય રીતે સામાન્ય લોકોને આગામી દિવસોમાં વધારે મળી શકે છે.