ભારત : ટેક્નોલોજીને વ્યક્તિગત સ્વરૂપ આપવાના અને બધા જ લોકો માટે તેને સુલભ બનાવવાના તેના પ્રયાસના ભાગરૂપેમાઈક્રોસોફ્ટે વિન્ડોઝ ૧૦ માટે તે નામે ૨૦૧૯ અપડેટ (૧૯H1)માં ૧૦ ભારતીય ભાષાઓ માટે સ્માર્ટ ફોનેટિક કિબોડ્ર્સનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. અપડેટેડ વર્ચ્યુઅલ કિબોર્ડ વર્તણૂક પેટર્ન્સમાંથી શીખશે અને વપરાશકર્તાની પ્રાથમિક્તા મુજબ ભારતીય ભાષામાં વ્યક્તિગત સ્વરૂપે શબ્દોનું સૂચન કરશે તેમજ ટેક્સ્ટઈનપુટની ચોક્સાઈમાં વધારો અને સુધારો કરશે. આ કિબોડ્ર્સ સ્વાભાવિક ઉચ્ચારણો પર આધારિત હોવાથી વપરાશકારે તેને અલગથી શીખવાની જરૂર નથી અને તાત્કાલિક તેમનો ઉપયોગ સરળતાથી શરૂ કરી શકશે.
અપડેટેડ ફોનેટિક કિબોડ્ર્સ હિન્દી, બંગાળી, તમિલ, મરાઠી, પંજાબી, ગુજરાતી, ઓડિયા, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે કમ્પ્યુટિંગની ભાષાને ભારતમાં વધુ સમાવેશક અને પ્રાદેશિક સ્તરની બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ કિબોડ્ર્સ હવે ભારતીય વપરાશકારોને તેમની પ્રાદેશિક/પસંદગીની ભાષામાં કામ કરવા સક્ષમ બનાવશે. હવે તેમણે અગાઉની જેમ કસ્ટમાઈઝ્ડ ઈન્ડિક હાર્ડવેર કિબોડ્ર્સ અથવા સ્ટીકર્સ ખરીદવાની જરૂર નહીં પડે.
આનાથી વપરાશકર્તાઓ માટે વર્તમાન કિબોડ્ર્સનો ઉપયોગ કરીને ટ્રાન્સલિટરેટેડ ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટ કરવું સરળ બનશે, જે પરંપરાગત રૂપે તેમના પર લેટિન અક્ષરો પર અંકિત હતા. ભાષાંતરથી વિપરિત ટ્રાન્સલિટરેશન આપમેળે એક ભાષામાંથી બીજીભાષામાં પરિવર્તિત થઈ જશે. ઉદાહરણરૂપે આપણે લેટિન અક્ષરોમાં ‘ભારત’ ટાઈપ કરીશું તો ફોનેટિક કિબોર્ડ ફાઈનલ આઉટપુટ નિશ્ચિત ભાષાના આધારે भारत (હિન્દી), ভারত (બંગાળી), ભારત (ગુજરાતી) અથવા ਭਾਰਤ (પંજાબી)માં જોવા મળશે.
નવા ટૂલ્સ માત્ર કમ્પ્યુટિંગને સમાવેશક બનાવવામાં જ મદદરૂપ નહીં થાય, પરંતુ તેઓ ભારતીય ભાષાઓમાં ટાઈપિંગની ઝડપ અને ચોક્સાઈ પણ અંદાજે ૨૦% જેટલી વધારશે તેવી અપેક્ષા સેવાય છે. વધુમાં, તેઓ અનેક પ્રાદેશિક પ્રતિકો (ભારતીય આંકડાઓ જેવા) નેઈન પુટ કરવા માટે સરળ બનાવે છે.
આ અપડેટ પહેલાં ઈન્ડિક વપરાશકારે કંપનીની ઈન્ડિક કમ્યુનિટી વેબસાઈટ ‘‘Bhashaindia.com’ અથવા થર્ડ પાર્ટી ટૂલમાંથી માઈક્રોસોફ્ટ ઈન્ડિક લેન્ગ્વેજ ઈનપુટ ટૂલ (આઈએલઆઈટી) ડાઉનલોડ કરવાની જરૂર પડતી હતી. માઈક્રોસોફ્ટમાંથી (ઈન્ડિક ઈનપુટ ૧, ઈન્ડિક ઈનપુટ ૨ અને ઈન્ડિક ઈનપુટ ૩) એવા અનેક ટૂલ્સ ભારતીય ભાષાઓમાં ફોનેટિક ટેક્સ્ટ માટે ઉપયોગમાં લેવાય છે. નવું અપડેટ, જે હવે ઓપરેટિંગ સિસ્ટમમાં એકીકૃત રીતે આવશે તે ઈનપુટ મેથડ એડિટર્સ (આઈએમઈસ) તરીકે ઓળખાતા કોઈ પણ બાહ્ય ટૂલ્સને ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત દૂર કરે છે. વપરાશકારો માટે અહીં આ અપડટેના કેટલાક અન્ય લાભો પણ ઓફર કરવામાં આવ્યા છે.
૧.અનેક વપરાશકારો ફોનેટિક ઈન્ડિક ટેક્સ્ટ ઈનપુટની ઉપલબ્ધતાથી માહિતગાર નથી હોતા તેથી ઓપરેટિંગ સિસ્ટમ સાથે ફોનેટિક કિબોડ્ર્સનું એકીકરણ તેમને વધુ સારું શોધવા યોગ્ય વિકલ્પ બનાવશે.
૨.કોઈ અલગ ઈન્સ્ટોલેશન જરૂરી ન હોવાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી અથવા ન હોય તેવા વિસ્તારોમાં પણ તેનો ઉપયોગ થઈ શકશે.
૩. ઈન્સ્ટોલ કરાયેલા ટૂલ્સથી વિપરીત હવે વધુ કોઈ સતત અપગ્રેડેશનની જરૂર નહીં હોય, પરંતુ તે વિન્ડોઝ અપડેટ્સના ભાગરૂપ બની જશે.
ઈન્ડિક ફોનેટિક કિબોડ્ર્સનું અપડેટિંગ અને ઉપયોગ :
અપડેટ કરાયેલા કિબોડ્ર્સ તાજેતરના વિન્ડોઝ ૧૦ અપડેટ (૧૯H1) સાથે આપમળે ઉપલબ્ધ થઈ જશે ત્યારે તેમની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ નહીં કરાવનારા વપરાશકારો નીચેના પગલાંને અનુસરીને લેટેસ્ટ અપડેટ મેળવી શકશે. : Settings> માં જઈ Updates & Security> માં જાવ અને Windows Update કરો. એક વખત અપડેટ ઈન્સ્ટોલ્ડ થઈ જશે એટલે તેઓ લેન્ગ્વેજ સેટિંગ્સમાં જઈને ફોનેટિક કિ બોડ્ર્સ એક્ટિવેટ કરી શકશે.
નવા કિબોડ્ર્સ વિન્ડોઝ સાથે હાલમાં ઉપલબ્ધ ઈન્ડિક ઈન્સ્ક્રિપ્ટ કિબોર્ડ સાથે વધારાના છે. ભારતીય ભાષાઓનું સત્તાવાર ભારતીય કિબોર્ડ સ્ટાન્ડર્ડ ઈન્સ્ક્રિપ્ટ વિન્ડોઝ ૨૦૦૦થી શરૂ થયેલી ઓપરેટિંગ સિસ્ટમના બધા જ વર્ઝન્સને સપોર્ટ કરે છે. તે તમિલ સિવાયની ઈન્ડિક ભાષાઓ માટેના ડિફોલ્ટ કિબોર્ડ તરીકે રહેશે જ્યારે તમિલમાં તમિલ ૯૯ ડિફોલ્ટ કિબોર્ડ તરીકે રહેશે.
નવા ફોનેટિક કિબોર્ડનો લેઆઉટ્સ વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતી કોઈપણ યુનિકોડ સક્ષમ એપ્લિકેશન્સ અને વેબ બ્રાઉઝર્સ (Edge સહિત) સાથે કામ કરી શકશે. યુનિકોડ સમગ્ર વિશ્વમાં મોટાભાગની ભાષાઓ માટે ઉપયોગમાં લેવા તું સમાન ટેક્સ્ટ એન કોડિંગ સ્ટાન્ડર્ડ છે.
માઈક્રોસોફ્ટ અને સ્થાનિક ભાષામાં કમ્પ્યુટિંગ : માઈક્રોસોફ્ટે વર્ષ ૧૯૯૮માં પ્રોજેક્ટ ભાષા શરૂ કર્યો ત્યારથી બે દાયકાથી વધુ સમયથી ભારતીય ભાષાઓમાં સ્થાનિક ભાષામાં કમ્પ્યુટિંગ સુવિધા પૂરી પાડવા માટે સતત કામ કરી રહી છે. આ રીતે તે વપરાશકર્તાને ભારતીય ભાષા નાઈનપુટ ટૂલનો ઉપયોગ કરીને સરળતાથી અને ઝડપથી લોકલાઈઝ્ડ ટેક્સ્ટઇન પુટ કરવા સક્ષમ બનાવે છે. માઈક્રોસોફ્ટ હિન્દી, બંગાળી, તમિલ માટે રીયલ-ટાઈમ લેન્ગ્વેજ ટ્રાન્સલેશન સુધારવા અને તેલુગુ ઉર્દુ માટે રીયલ-ટાઈમ લેન્ગ્વેજ ટ્રાન્સલેશન પૂરું પાડવા એ આઈ અને ડી પન્યુરલનેટ વર્ક્સનો પણ ઉપયોગ કરે છે. માઈક્રોસોફ્ટે તેની મોટાભાગની ઈમેલ એપ્સ અને સર્વિસીસમાં અનેક ભારતીય ભાષાઓ માટે ઈમેલ એ ડ્રેસીસ માટે સહયોગ પૂરો પાડવાની જાહેરાત કરી છે. તેનાવૈશ્વિક લોકલ લેન્ગ્વેજ પ્રોગ્રામ (એલએલપી) મારફત માઈક્રોસોફ્ટ લોકોને તેમની માતૃભાષામાં ટેક્નોલોજીની સુવિધા પૂરી પાડે છે. તેમાં હિન્દી, કન્નડ, બંગાળી, મલયાલમય સહિત અન્ય ભારતીય ભાષાઓ માટે લેન્ગ્વેજ ઈન્ટર ફેસ પેક્સનો સમાવેશ થાય છે.