ક્ષમા-યાચના મહાપર્વ સંવત્સરીની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વના અંતિમ દિવસે આજે ક્ષમા યાચનાના પર્વ સંવત્સરીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન જાણતા અજાણતા થયેલી ભુલો બદલ માફી માંગવા માટેના સંવત્સરી પ્રતિક્રમણ તરીકે આની ઉજવણી કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સંવત્સરીના પરિણામ સ્વરુપે અમદાવાદ સહિત રાજ્યભરમાં જૈન દેરાસરો અને મંદિરોને વિશેષરીતે શણગારવામાં આવ્યા હતા. ભગવાનની આંગી સજાવવામાં આવી હતી. બીજી બાજુ સાધુ સંતોના પ્રવચન પણ થયા હતા. એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા યાચના કરતા લોકો નજરે પડ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં વિશેષરીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલીતાણામાં પણ વિશેષ આયોજન કરાયું હતું.

Share This Article