મિશેલ જેમ્સ કોણ છે અને તેના કનેક્શન શું છે…….

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી :  ક્રિશ્ચિયન જેમ્સ મિશેલ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદાબાજીમાં મુખ્ય આરોપી તરીકે છે. મિશેલ એક ખુબ લોકપ્રિય બ્રિટિશ સલાહકાર તરીકે છે. તેને કથિતરીતે ઇટાલીની કંપની ઓગસ્ટા વેસ્ટલેન્ડે ભારતીય હવાઈ દળના ટોચના અધિકારીઓ અને યુપીએ સરકારના મંત્રીઓને પ્રભાવિત કરવા માટે રોકવામાં આવ્યો હતો. કંપનીને આશા હતી કે, ૩૬૦૦ કરોડ રૂપિયાની સોદાબાજી તેને મળી જશે. આ મામલામાં મિશેલ મુખ્ય ત્રણ આરોપી પૈકી એક છે. બેની સામે સીબીઆઈ પહેલાથી જ તપાસ કરી રહી છે. મિશેલને કમિશન એજન્ટ તરીકે જાવામાં આવે છે. ઇટાલીની કંપનીઓએ તેને ભારતમાં કામકાજ કરાવવા માટે ૪.૮૬ કરોડ ડોલરની ચુકવણી કરવામાં આવી હતી. કૌભાંડ સપાટી ઉપર આવ્યા બાદ મિશેલની સામે ઇન્ટરપોલે રેડકોર્નર નોટિસ જારી કરી હતી.

Share This Article