- ઇનોવેટીવ ટેકનોલોજી અને ઉચ્ચ કક્ષાની સુવિધાઓથી ભરપૂર, શ્રેષ્ઠ 14 ઇંચ HD ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, 75થી વધુ કનેક્ટેડ કાર ફંકશનાલિટી, ADAS લેવલ 2
- 13.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ
- MG હેક્ટર 2024માં SUV સેગમેન્ટમાં એક સ્માર્ટ રોકાણ તરીકે ઉભરી આવી
- જાળવણી ખર્ચ દર મહિને ફક્ત ~રૂપિયા 500*
JSW MG મોટર ઇન્ડિયાની મુખ્ય SUV કાર MG હેક્ટર સ્ટાઇલ, મોકળાશ, આરામદાયકતા અને ટેકનોલોજીનો સમન્વય શોધી રહેલા ભારતીય કાર ખરીદદારો માટે એક સારો વિકલ્પ બની રહી છે, જેના માટે કોઈજ ભારે કિંમત ચુકવવાની જરૂર નથી અને માસિક ~500 રૂપિયાના જાળવણી ખર્ચ આવે છે. પ્રીમિયમ હેચબેકની તુલનામાં ઓછા જાળવણી ખર્ચ સાથે, MG હેક્ટર 2024માં SUV સેગમેન્ટમાં એક સ્માર્ટ રોકાણ તરીકે અલગ તરી આવી છે.
ભારતની સૌથી પહેલી ઇન્ટરનેટ SUV ‘MG હેક્ટર’ લોન્ચ થઈ ત્યારથી જ ભારતીય SUV ઉત્સાહીઓમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવી ચૂકી છે. તે વૈભવી, કાર્યક્ષમતા અને બોલ્ડ, આઇકોનિક ડિઝાઇનનું પરફેક્ટ મિશ્રણ રજૂ કરે છે. ટેકનોલોજી દ્વારા સંચાલિત સુવિધાઓથી ભરપૂર અને આરામદાયક સવારી પ્રદાન કરતી, હેક્ટરમાં આધુનિક ડ્રાઇવરની પૂરતી કાળજી રાખવામાં આવી છે. હેક્ટરમાં પ્રભાવશાળી સુવિધાઓ ઉપરાંત, તેના માલિક બનવા માટેની ઓછી માલિકી કિંમત, ઉચ્ચ રિસેલ વેલ્યૂ અને નિર્વિવાદ ગુણવત્તાના કારણે તે અન્યથી અલગ તરી આવે છે અને આ ઉદ્યોગમાં એક માપદંડ સ્થાપિત કરે છે.
ભારતની પહેલી ઇન્ટરનેટ SUV, MG હેક્ટર 2019માં રજૂ કરવામાં આવી હતી અને ત્યારથી તેણે SUV માટે એક નવો દરજ્જો પ્રસ્થાપિત કર્યો છે. MG હેક્ટર ડ્યૂઅલ પેન પેનોરેમિક સનરૂફ જેવી કેટલીક શ્રેષ્ઠ સવલતો સાથે, તેનું ડીઝલ વેરિઅન્ટ પાવર અને પર્ફોર્મન્સ શોધી રહેલા SUV ઉત્સાહીઓ માટે એક અપવાદરૂપ પેકેજ છે, જેમાં ટેકનોલોજીનો સ્પર્શ અને શ્રેષ્ઠ પરફોર્મન્સનો સમન્વય છે.
ઉદ્યોગની શ્રેષ્ઠ 35.56 સેમી (14 ઇંચ) HD ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 75+ કનેક્ટેડ કાર વિશેષતાઓ, સલામતી માટે અદ્યતન ખાસિયતો, ડ્યૂઅલ-પેન પેનોરેમિક સનરૂફ અને અન્ય આવી જ આકર્ષક સુવિધાઓ સાથે, SUV ઉત્સાહીઓને અસાધારણ અને વિશિષ્ટ અનુભવો પ્રદાન કરવા માટે હેક્ટરને ડિઝાઇન કરવામાં આવી છે. સુવિધાથી ભરપૂર આ SUV બોલ્ડ ડિઝાઇન અને સરળ, આરામદાયક સવારી ઇચ્છતા ટેક-સેવી ખરીદદારોની વિશેષ કાળજી રાખે છે. 5, 6 અને 7-સીટર કન્ફિગરેશનમાંમાં ઉપલબ્ધ, MG હેક્ટર ₹13.99 લાખ (એક્સ-શોરૂમ)ની આકર્ષક પ્રારંભિક કિંમતથી ઉપલબ્ધ છે.