અમદાવાદ : ભારતમાં પેથોલોજી લેબ સેકટરમાં વિકાસની વિપુલ તકો છે અને જા હેલ્થ ઇન્શ્યોરન્સ સહિતના કેટલાક સુધારા અમલી બનાવાય તો આ ક્ષેત્રમાં ૨૦થી ૨૫ ટકાનો ગ્રોથ રેટ નોંધાઇ શકે છે ત્યારે ભારતમાં તા.૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી આવકની દ્રષ્ટિએ અગ્રણી ડાઇગ્નોસ્ટિક્સ કંપનીઓમાંની એક મટ્રોપોલિસ હેલ્થકેર લિમિટેડ દ્વારા તા.૩ એપ્રિલ, ૨૦૧૯નાં રોજ ઇક્વિટી શેરની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) લાવવાની દરખાસ્ત રજૂ કરાઇ છે. આઇપીઓમાં રૂ. ૨ની ફેસ વેલ્યુ ધરાવતાં ૧૩,૬૮૫,૦૯૫ (ઇક્વિટી શેર) સામેલ છે, આ બિડ/ઓફર બંધ થવાની તારીખ તા.૫ એપ્રિલ, ૨૦૧૯ છે.
જયારે ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૮૭૭થી રૂ. ૮૮૦ છે એમ અત્રે મેટ્રોપોલિસ હેલ્થકેર લિ.ના ચેરમેન ડો.સુશીલ શાહ અને મેનેજીંગ ડિરેકટર અમીરા શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ આઇપીઓમાં ડો. સુશીલ કનુભાઈ શાહનાં ૬,૨૭૨,૩૩૫ ઇક્વિટી શેર (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) અને સીએ લોટસ ઇન્વેસ્ટમેન્ટ્સ (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા ૭,૪૧૨,૭૬૦ ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓફરમાં લાયકાત ધરાવતાં કર્મચારીઓ (એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન) માટે સબસ્ક્રિપ્શન માટે ૩૦૦,૦૦૦ ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે. એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનને બાદ કરતાં ઓફર હવે પછી ચોખ્ખી ઓફર”તરીકે ઓળખાય છે અને આ પ્રકારની ચોખ્ખી ઓફરમાં ૧૩,૩૮૫,૦૯૫ ઇક્વિટી શેર સામેલ છે. બિડ્સ લઘુતમ ૧૭ ઇક્વિટી શેરનાં લોટમાં કરી શકશે અને પછી ૧૭ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકે છે. ઇક્વિટી શેર બીએસઈ અને એનએસઈ (સ્ટોક એક્સચેન્જીસ) પર લિસ્ટેડ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સનાં નિયમન ૨૬(૨) મુજબ, બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવે છે, જેમાં ચોખ્ખી ઓફરનો ઓછામાં ઓછો ૭૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ(ક્યુઆઇબી) (ક્યુઆઇબી પોર્શન)ને ઓફર કરવામાં આવશે, જેમાં શરત એ છે કે સેબી આઇસીડીઆરનાં નિયમનો (એન્કર ઇન્વેસ્ટર પોર્શન)મુજબ, કંપની અને વિક્રેતા શેરધારકો જીસીબીઆરએલએમ અને બીઆરએલએમ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી કેટેગરીનો ૬૦ ટકા હિસ્સો એન્કર રોકાણકારોને વિવેકાધિન ધોરણે કરી શકે છે, જેમાંથી એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને થયેલી ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબસ્ક્રિપ્શ કે નોન- એલોકેશનનાં કિસ્સામાં બાકીનાં ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
ઉપરાંત ક્યુઆઇબી પોર્શનનો ૫ ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) મ્યુચ્યુઅલ ફંડને જ સપ્રમાણ આધારે ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ક્યુઆઇબી કેટેગરીનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબીને ફાળવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર પ્રાપ્ત માન્ય બિડને આધિન છે. જો ચોખ્ખી ઓફરનો ઓછામાં ઓછો ૭૫ ટકા હિસ્સો તમામ ક્યુઆઇબીને ફાળવી નહીં શકાય, તો સંપૂર્ણ એપ્લિકેશન મની રિફંડ કરવામાં આવશે. ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ચોખ્ખી ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત રોકાણકારો અને ઓફરનો લઘુતમ ૧૦ ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. આ ઓફરમાં તમામ બિડર્સ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ પ્રોસેસ દ્વારા જ સહભાગી થશે અને તેમણે તેમની બેંક ખાતાઓની વિગતો પૂરી પાડવી પડશે.