કોટક મહિન્દ્રા બેન્ક લિમીટેડ(“KMBL” / “Kotak”)એ 8 માર્ચના રોજ આવતા આતરરાષ્ટ્રીય મહિલા દિન પૂર્વે ગિફ્ટ સિટી ખાતે ખાસ શિલ્પકૃતિ ખુલ્લુ મુકી છે. “MeriUdaan, Meri Pehchaan” શિર્ષક ધરાવતુ 21 ફૂટ ઊંચીશિલ્પકૃતિ આત્મનિર્ભર ભારતીય મહિલાઓની અદમ્ય ભાવનાને સલામ કરે છે અને દેશભરની મહિલાઓને પ્રેરણા આપવા માગે છે.
ખાસ રચના કરાયેલ ટ્રાવેલીંગ શિલ્પકૃતિની ડિઝાઇન કલાકાર શૈલા નામ્બીયાર દ્વારા કરવામાં આવી છે, જે એવી મહિલાઓની પ્રશંસા કરે છે જેઓ આત્મવિશ્વાસપૂર્વક તેમની નાણાંકીય સ્થિતિને સંભાળે છે અને નાણાંકીય સ્વતંત્રતા તરફ આગળ વધે છે. તેમના ખભા પર લાલ ટેપ લહેરાતી હોય છે જે કોટકની ઓળખમાં રહેલા અનંત પ્રતીક દ્વારા પ્રેરીત છે જે તેણીની શ્રેષ્ઠ શક્તિ, મજબૂતાઇ અને સાપેક્ષતાને રજૂ કરે છે.
ગયા વર્ષે ગુરુગ્રામમાં અનોખા ફરતીશિલ્પકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે, તેણીએ અમદાવાદ નજીક ગિફ્ટ સિટીમાં અનાવરણ કર્યુ છે.
ગિફ્ટ સિટીમાં આયોજિત સમારોહમાં, “MeriUdaan, Meri Pehchaan”શિલ્પકૃતિનું અનાવરણ મુખ્ય મહેમાનો જેમ કે ગુજરાત સરકારના નાણાંવિભાગના અગ્ર સચિવ (આર્થિક બાબતો) સુ.શ્રી મોના ખંધાર અંતર્દિશના સ્થાપક તેમજ ફ્લેમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અને આઇઆઇએમ એના ભૂતપૂર્વ ડીન ડૉ. ઇન્દિરા પરીખ, ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન ડૉ. રચના ગેમાવત તેમજ એલડી એન્જિનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. રાજુલ ગજ્જર તેમજ કોટક મહિન્દ્રા લિમીટેડના પૂર્ણ સમયના ડિરેક્ટર સુ.શ્રી શાંતિ એકામ્બરમની હાજરીમાં કરવામાં આવ્યુ હું. આ પ્રસંગે બેન્કના વરિષ્ઠ નેતૃત્ત્વ, કોટકના ગ્રાહકો, વિવિધ સંસ્થાઓના મહત્ત્વના મહિલા આગેવાનોએ પોતાની હાજરીથી પ્રસંગની શોભા વધારી હતી.
“આજની મહિલાઓ ખરેખર પ્રેરણાદાયી છે, સ્વતંત્રતા અને સાપેક્ષતાતાની ભાવનાને મૂર્તિમંત કરે છે કારણ કે તેઓ પોતાની ઓળખ બનાવે છે અને તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અવરોધો તોડી નાખે છે,” Ms. Shanti Ekambaram, Whole-time Director, Kotak Mahindra Bank Ltd.” ઇપીએફઓના ડેટાના પૂરાવા પરથી જોઇએ તો જણાય છે કે વધુને વધુ મહિલાઓ વર્કફોર્સમાં જોડાઈ રહી છે, જે તેમની આર્થિક સ્વતંત્રતા માટે માર્ગ મોકળો કરી રહી છે. #MeriUdaan, Meri Pehchaanby #KotakSilk આ મહિલાઓને સલામ કરે છે. જેમ જેમ આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નજીક આવી રહ્યા છીએ, હું વધુને વધુ મહિલાઓને નાણાકીય સ્વતંત્રતાની આ યાત્રાને આગળ ધપાવવા વિનંતી કરું છું. તારાઓ સુધી પહોંચો અને તમારા પોતાના નાણાં પર નિયંત્રણ રાખો.”
#MeriUdaan by #KotakSilk કેમ્પેનના ભાગ રૂપે, કોટક મહિન્દ્રા બેંક તેના સિલ્ક ગ્રાહકો માટે સમગ્ર માર્ચ મહિના દરમિયાન વિશિષ્ટ ઑફર્સ ચલાવશે, જેમાં લોકપ્રિય બ્રાન્ડ્સની શ્રેણી પર વિશેષ ઑફર્સ છે.
કોટક સિલ્કએ કોટક મહિન્દ્રા બેંકનો વિશિષ્ટ બેંકિંગ પ્રોગ્રામ છે જે મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા તરફની તેમની સફરમાં ભાગીદાર બનાવવા અને તેમને બચત, રોકાણ, રક્ષણ તેમજ આનંદમાં મદદ કરવા માટે રચાયેલ છે. તે મહિલાઓને સેફ-ડિપોઝીટ લોકર્સ, ગોલ્ડ લોન, ટુ-વ્હીલર લોન, પર્સનલ લોન અને કાર લોન, નાયકા, અર્બન કંપની પર એક્સક્લુઝિવ ઑફર્સ અને ડેબિટ કાર્ડ સ્પેન્ડ પર રિવોર્ડ્સ ઓફર કરે છે. કોટક સિલ્ક મહિલાઓ માટેના ઇન્સ્ટાગ્રામ સમુદાય @silk.moneymatters સાથે મહિલા ગ્રાહકોને પર્સનલ ફાઇનાન્સની કળામાં નિપુણતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા પ્રયાસ કરે છે. આ પ્રોડક્ટ ખાસ કરીને મહિલાઓ માટે સમર્પિત ક્વેરી રિઝોલ્યુશન ડેસ્ક પણ પ્રદાન કરે છે.
Kotak Silk Unveils “Meri Udaan, Meri Pehchaan” Sculpture at GIFT City video link: