નવીદિલ્હી : સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આજે વધુ મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૨૩મી ઓગસ્ટના દિવસે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે વધુ જાહેરાતો કરવામાં આવી હતી.
મર્જર-૧
પંજાબ નેશનલ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાને મર્જ કરવામાં આવશે જેથી બીજી સૌથી મોટી બેંક બનશે અને કારોબાર ૧૭.૯૫ લાખ કરોડ સુધી પહોંચશે
મર્જર-૨
કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકને મર્જ કરવામાં આવશે. આની સાથે ચોથી સૌથી મોટી બેંક બની જશે અને કારોબાર ૧૫.૨૦ લાખ કરોડ સુધી થઇ જશે
મર્જર-૩
યુનિયન બેંક, આંધ્ર બેંક તથા કોર્પોરેશન બેંકને મર્જ કરાશે. આની સાથે જ પાંચમી સૌથી મોટી બેંક બનશે અને કારોબાર ૧૪.૬ લાખ કરોડ સુધી જશે
મર્જર-૪
ઇન્ડિયન બેંક, અલ્હાબાદ બેંકને મર્જ કરવામાં આવશે. આની સાથે જ સાતમી સૌથી મોટી બેંક બનશે. કારોબાર ૮.૦૮ લાખ કરોડ સુધી જશે