અમદાવાદ: મર્સિડીઝ બેન્ઝ ફલડ લાઇટ્સ હેઠળ રોમાંચક મોટાપાયે સાંજે ડ્રાઇવ ઇવેન્ટ રજૂ કરનારી દેશની પ્રથમ વ્હીકલ બ્રાન્ડ બની છે. જેણે લક્ઝુરીયસ ડ્રાઇવ લાઇવ સાથે તેના ગ્રાહકોને લાઇવ સંગીત, સાહસિક રોમાંચ અને ખાણીપીણીની મોજમજા કરાવી હતી. કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, થ્રિશુર અને બેન્ગલુરુમાં ફેઝ-૧ને મળેલી ભવ્ય સફળતા પછી ૨૦૧૮ મર્સિડીઝ-બેન્ઝ લક્ઝી લાઈવનો ફેઝ-૨ હવે અમદાવાદ શહેરમાં આવ્યો છે. એસજી હાઇવે પર અદાણી શાંતિગ્રામ, શાંતિગૃહ ખાતેના ખાસ તૈયાર કરાયેલા ટ્રેક્સ પર મર્સિડીઝ બેન્ઝના વિવિધ મોડેલ અને કારની સફરનું અનોખુ લાઇવ સેશન યોજાયું હતું, જેને જાઇ લોકો દંગ રહી ગયા હતા અને સૌ કોઇ તેનાથી પ્રભાવિત થયા હતા.
તા.૬ અને ૭ ઓકટોબર એમ બે દિવસ માટે આ ખાસ લકઝી ડ્રાઇવ લાઇવ ઇવેન્ટનું આયોજન કરાયું છે એમ મર્સિડીઝ- બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી રોલેન્ડ ફોલ્જરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મર્સિડીઝ બેન્ઝની વર્ષ ૨૦૧૮ લક્ઝી ડ્રાઈવ લાઈવ સાહસિક રોમાંચ, ખાણીપીણી અને સંગીતના ત્રણ રોમાંચક પાયા પર આધારિત છે, જે સહભાગીઓને પરિપૂર્ણ બ્રાન્ડ અનુભવ આપે છે. ગ્રાહકોએ સંગીત ઉદ્યોગમાં ભારતની અત્યંત લોકપ્રિય ઈલેક્ટ્રોનિક ચેનલમાંથી એક એમટીવી સાથે મોજમસ્તીભરી સંધ્યા જોઈ હતી. આ અનોખી ઈવેન્ટનું અદાણી શાંતિગ્રામ, શાંતિગૃહ, અમદાવાદ ખાતે ૬ઠ્ઠી અને ૭મી ઓક્ટોબર એમ બે દિવસ દરમયાન આયોજન કરાયું છે. આજના પ્રથમ દિવસે મહેમાનોને વિશિષ્ટ તૈયાર કરવામાં આવેલા ટ્રેક્સ પર મર્સિડીઝ- બેન્ઝ વાહનોની અદભુત રેન્જ ડ્રાઈવ કરવાનો મોકો મળ્યો હતો.
પ્રોફેશનલ રેસિંગ ડ્રાઈવરોએ બ્રાન્ડ્સની ટેકનોલોજિકલ શક્તિઓ અને કાર્સની લક્ઝરી ખૂબીઓ પ્રદર્શિત કરી હતી. આ પહેલના રોમાંચક ત¥વમાં ઉમેરો કરતાં મર્સિડીઝ- બેન્ઝે એમટીવી સેશન્સનું આયોજન કર્યું હતું, જેમાં સહભાગીઓ માટે પરફેક્ટ વીકએન્ડ નિર્માણ કરવા વિવિધ પ્રકારોના અમુક પ્રતિભાશાળી કલાકારો એકત્ર આવ્યા હતા. સહભાગીઓની સુવિધા અને ફીડબેકને અનુલક્ષી લક્ઝી ડ્રાઈવ લાઈવ બંને દિવસે ખાસ બપોરે ૨.૦૦ કલાકથી રાત્રે ૧૦.૦૦ કલાક સુધી રાખવામાં આવી છે, જેથી તેઓ તેની શ્રેષ્ઠતાનો પરિપૂર્ણ અનુભવ લઈ શકે. લક્ઝી ડ્રાઈવ લાઈવમાં સહભાગીઓ માટે વિસ્તારિત ડ્રાઈવ મુદત સાથે વધુ સેલ્ફ-ડ્રાઈવ ઝોન્સ પણ રખાયા હતા. લક્ઝરી અને ખાસ ખાણીપીણીનો અનુભવનું પરફેક્ટ સંમિશ્રણ પૂરું પાડવાના પ્રયાસમાં મર્સિડીઝ- બેન્ઝ ઈન્ડિયાએ ખાણીપીણી પર ખાસ વર્કસોપ અને ફૂડ ફોટોગ્રાફી સાથે મહેમાનોને બેવડી ખુશી આપવા માટે સેલિબ્રિટી શેફ રણવીર બ્રાર સાથે સહયોગ સાધ્યો હતો.
મર્સિડીઝ- બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ શ્રી રોલેન્ડ ફોલ્જરે વધુમાં ઉમેર્યું હતું કે, લખનૌ, દિલ્હી અને જોધપુરમાં અદભુત પ્રતિસાદ પછી મર્સિડીઝ- બેન્ઝ લક્ઝી ડ્રાઈવ લાઈવ હવે તેની ફેઝ- ૨ ડ્રાઈવ્ઝ સાથે અમદાવાદ શહેરને મોહિત કરવા માટે સુસજ્જ છે. અમદાવાદ ભારતની વૃદ્ધિ પામતી લક્ઝરી કાર બજારમાંથી એક છે અને ભવ્યતા અને મનોહરતામાં પોતાનો સ્પર્શ અને અદભુતતા ધરાવે છે અને તેથી આ શહેરમાં લક્ઝી ડ્રાઈવ લાઈવ જેવી નાવીન્યપૂર્ણ ગ્રાહક સહભાગી પહેલ લાવવાની જાહેરાત કરવામાં અંને બેહદ ખુશી થાય છે. દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતાં શહેરમાંથી એક અમદાવાદ કળા અને ઉદ્યોગ વચ્ચે તેના સુમેળ માટે જાણીતું અજોડ શહેર છે. અમદાવાદ શહેર વેપારધંધા માટે જાણીતું હોઈ વેપાર સાહસિકોનું ઘર છે અને ગુજરાતના વૃદ્ધિના એન્જિનમાં સક્રિય રીતે યોગદાન આપે છે. આ ઈવેન્ટ્સ થકી અમે અમારા સંભવિત ગ્રાહકોને બ્રાન્ડ ક્ષમતાઓ અને ઉત્કૃષ્ટતા બતાવવા સાથે પ્રોડક્ટોની અમારી ખાસ શ્રેણીનો રોમાંચક અનુભવ પૂરો પાડવા માટે કેન્દ્રિત છીએ.