મુંબઇ : ભારતની અગ્રણી માનસિક આરોગ્ય સંસ્થા (અગાઉ ઇનરઆવર તરીકે જાણીતી) અમાહામાં વિસ્તરિત શ્રેણી A રાઉન્ડના ભાગરૂપે રૂ. 50 કરોડથી વધુનું નોંધપાત્ર રોકાણ મેળવ્યુ હોવાની ઘોષણા કરી છે. ફંડીગના આ રાઉન્ડનું નેતૃત્ત્વ ફાયરસાઇડ વેન્ચર્સ દ્વારા કરવામાં આવ્યુ હતુ જેણે રૂ. 36.4 કરોડનું રોકાણ કર્યુ હતુ અને અન્ય વ્યૂહાત્મક રોકાણકારો પાસેથી રૂ. 15 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યુ હતું. સમય જતા અમાહાએ ભારતમાં માનસિક આરોગ્યમાં સફળથાપૂર્વક સૌથી વધુ રોકાણ પ્રાપ્ત કર્યુ છે.
અમાહા માનસિક આરોગ્ય વ્યવસ્થા હેઠળ અસ્વસ્થતા, તણાવ, બાઇપોલર ડિસઓર્ડર, ADHD, OCD, શિઝોફેરેનીયા અને વ્યસન જેવી મુશ્કેલીઓ ની સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થાની સ્થાપના સાયકિયાટ્રિસ્ટ અને હેલ્થકેર ઉદ્યોગસાહસિક ડૉ. અમીત મલિક દ્વારા કરવામાં આવી હતી અને તેમાં ભારતમાં માનસિક આરોગ્યની સંભાળમાં જે શૂન્યવકાશ છે, તેની પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગુણવત્તા માનસિક આરોગ્ય સંભાળની પ્રતિબદ્ધતા અને તમામ ભૌગોલિક વિસ્તારમાં બહોળી વસ્તી દ્વારા લાભ લઇ શકાય તેવો ટેકો પ્રદાન કરવા માટે સહ સ્થાપક તરીકે સામાજિક ઉદ્યોગસાહસિક નેહા કીરપાલ પણ જોડાયા છે.
તાજેતરના ફંડીગ વિશે પોતાની ઉત્કંઠા વ્યક્ત કરતા અમાહાના સ્થાપક અને સીઇઓ ડૉ. અમીત મલિકએ જણાવ્યુ હતુ કે, “રૂ. 50 કરોડથી વધુનું રોકાણ અમાહાની ભારતમાં અગ્રણી માનસિક આરોગ્ય સંભાળની સ્થિતિને વધુ મજબૂત કરવામાં મદદ કરે છે, અને અમાહા દેશભરમાં જે તે વ્યક્તિઓ, પરિવારો અને સંસ્થાઓની વિશિષ્ટ માનસિક આરોગ્યસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારે કંપનીની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓને વેગ આપશે. ફાયરસાઇડ વેન્ચર્સ સાથેની ભાગીદારી સરહદ પારના સહયોગો માટેની આકર્ષક સંભાવનાઓનું સર્જન કરે છે જે અમાહાના જરૂરિયાત મંદોને માનસિક આરોગ્ય સંભાળનો લાભ ઉઠાવી શકે તે માટેના મુખ્યધારાના પ્રયત્નોને આગળ ધપાવે છે.”
ફાયરસાઇડ વેન્ચર્સના પ્રિન્સીપાલ અંકુર ખૈતાનએ જણાવ્યું હતુ કે, “ફાયરસાઇડ ખાતે સુખાકારી તરફે ઊભી થતી તે તરફનો દ્રષ્ટિકોણ છે અને તે સંદર્ભમાં માનસિક આરોગ્ય મુદ્દે અપૂર્ણ જરૂરિયાત છે. અમાહા તેમની ક્લિનીકલ કુશળતા અને તમામ વિશિષ્ટ બિઝનેસ મોડેલ ડિજીટલ અને ઓફલાઇન ક્લિનીક્સ સાથે જાગૃત્તિ ફેલાવવા અને બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ શકશે.”
વર્ષો વીતતા, અમાહાની 150થી વધુ માનસિક આરોગ્ય થેરાપીસ્ટ અને સાયકિયાટ્રીસ્ટ મલ્ટી-ડિસીપ્લીનરીએ અસરકારક માનસિક આરોગ્ય સેવાઓ 15થી વધુ ભાષાઓમાં, દર મહિને 10,000થી વધુ અંગત અને જૂથ દરમિયાનગીરી દ્વારા, ભારતમાં 600થી વધુ શહેરોમાં પૂરી પાડી હતી. અમાહાની મોબાઇલ એપ, કે જેણે ગૂગલપ્લે દ્વારા “બેસ્ટ એપ ફોર ગુડ”ના એવોર્ડ સહિત અનેક પ્રશસ્તિઓ જીતી છે, તે 600થી વધુ સેલ્ફ-ટૂલ્સ અને 1000થી વધુ કન્ટેન્ટ સ્ત્રોતો જે તે વ્યક્તિઓને તેમની ચિંતા અને તંદુરસ્ત ટેવો અપનાવવામાં મદદ કરે છે. અમાહાએ આજે તેની મોબાઇલ એપ્લિકેશન દ્વારા વૈશ્વિક સ્તરે 5 મિલિયનથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર કરી છે. કેટલાક લોકોને તેમના જીવનકાળ દરમિયાન સતત સહયોગી સંભાળ પૂરી પાડવા માટે, અમાહાએ બે વર્ષ પહેલાં ભારતની અગ્રણી બાળ અને કિશોર માનસિક આરોગ્ય સંસ્થા, ચિલ્ડ્રન ફર્સ્ટ સાથે હસ્તગત કરી અને ભાગીદારી કરી. 60થી વધુ સમર્પિત નિષ્ણાતોની ટીમ સાથે, ચિલ્ડ્રન ફર્સ્ટએ 12,00થી વધુ બાળકો, યુવાનો અને પરિવારોને ઓટીઝમ, ADHD, વિકાસલક્ષી પડકારો, સ્વ-નુકસાન, બાળપણના આઘાત અને અન્ય સહિતની વિવિધ પરિસ્થિતિઓ માટે સેવા આપી છે.