જમશેદપુર : ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક એકમે પોતાના આશરે ૮૦ ગ્રામ પંચાયત સભ્યોને છત અને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. એવો આરોપ મુકવામાં આવ્યો છે કે આ તમામને તેમના જ ગામથી પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમુળ કોંગ્રેસના સભ્યો દ્વારા બહાર કરી દેવામાં આવ્યા છે.
ભાજપના કાર્યકર સમીર મહંતીએ કહ્યુ છે કે ગ્રામ પંચાયત સભ્યોને અગ્રસેન ધર્મશાળા અને નયા બજાર ધર્મશાળામાં રાખવામાં આવ્યા છે. આ તમામ પશ્ચિમ બંગાળના નયાગ્રામ, ગોપીવલ્લભપુર, બેલિયાબેરા, શાલબોની અને બીનપુરના છે. પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાંથી ભાજપના નેતા અબાની ઘોષે કહ્યુ છે કે ટીએમસીના લોકો અમને ધમકી આપી રહ્યા છે કે ગ્રામ પ્રધાન માટે અમે તેમના ઉમેદવારને સમર્થન આપીએ. આ લોકો સામાન્ય રીતે રાત્રે તેમના ઘરમાં ઘુસી આવે છે. સાથે સાથે ધમકી આપે છે. જો તેમના ઉમેદવારોનુ સમર્થન કરવામાં નહીં આવે તો તેઓ અમને છોડશે નહીં તેવી ધમકી આપવામાં આવી રહી છે. ભાજપના નેતાએ કહ્યુ છે કે પ્રધાન માટે ચૂંટણી મધ્ય ઓગષ્ટ સુધી ચાલનાર છે. ઝારગ્રામમાંથી વધુ પંચાયત સભ્યો ઝારખંડ પહોંચી શકે છે.
મે મહિનામાં પંચાયત ચૂંટણી થયા બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થિતી મજબુત થઇ રહી છે. ચૂંટાયેલા સભ્યો ઝારખંડમાં આશ્રય લઇ રહ્યા છે. ટીએમસીના લોકો સતત હિંસા અને દહેશત ફેલાવી રહ્યા છે. પંચાયત ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આતંક ફેલાયેલો છે.